August 28th 2015

આવતી કાલ

.            .આવતી કાલ

તાઃ૨૮/૮/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પામી પાગલ થતાં,મનને  અનેક મુંઝવણ થાય ક્યારે ક્યાંથી છુટી શકીશુ,ના સમજ કોઇજ મળી જાય
………..મળેલ જીવન દેહથી જીવને,ના આવતીકાલ પકડાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવની આજ સુધરી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રેમભાવે વંદન કરતા,માબાપના આશિર્વાદમળી જાય એજ જીવન ઉજ્વળ કરે,જ્યાં નાકોઇ અપેક્ષાએ જીવાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય.
સ્વાર્થ મોહને દુર ફેંકતા,જીવથી  કળીયુગથી  છટકાય
ના અપેક્ષાના વાદળ વરસે,કે નાકોઈ માયા મેળવાય
અગમનિગમના ભેદ જાણતા,આવતીકાલ સુધરીજાય
મુક્તિમાર્ગની કેડી,સંત જલાસાંઇની કૃપાએ મળી જાય ………..મળેલ જીવન દેહને જીવથી,ના આવતીકાલ પકડાય. ***************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment