November 18th 2016

પવિત્ર ધરતી

.              . પવિત્ર ધરતી

તાઃ૧૮/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબકૃપા પરમાત્માની ભારતપર,સમયે સમજાઈ જાય
પાવન ધરતી બની ગઈ એ,જ્યાં પવિત્ર દેહ ધરાઈ જાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
દેહ  લીધો પરમાત્માએ અયોધ્યામાં,જે રામ સ્વરૂપ કહેવાય
માસીતાના સ્વરૂપે મા આવ્યા,જે રાવણનુ દહન કરાવી જાય
અભિમાનની અજબકેડી બતાવી,જે લંકામાં દેહને સ્પર્શી જાય
ચીંધી આંગળી રાવણે લંકામાં,જ્યાં શ્રીરામનુ અવતરણ થાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
પરમાત્માનુ આગમન થયુ  દ્વારકામાં,જે શ્રીકૃષ્ણ રૂપે દેખાય
અજબ પ્રેમની વર્ષા દર્શાવે જગે,અનેક ગોપીઓ મળી જાય
માનવતાની મહેંક પ્રસરાવી,જ્યાં રાધાનો પ્રેમ  મળી જાય
પવિત્ર ભુમી ભારતની અવનીએ,જ્યાં પવિત્રકર્મને દેખાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.

========================================