November 7th 2016

જલારામ જ્યોત

……..Copy of Jalaram………

.               . જલારામની જ્યોત

તાઃ૭/૧૧/૨૦૧૬    (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની પામતા,એ જન્મ સફળ કરી  જાય
કારતકસુદ સાતમને દીવસે,દેહધરી અવનીએ આવી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. ભક્તિની ઉજ્વળ કેડીને દીધી,જ્યાંઅન્ન જીવોને દેવાઈ જાય માનવતાની મહેંક પ્રસરીજીવનમાં,જ્યાં વિરબાઈ મળીજાય
રામનામની માળા  જપતા,જીવનમાં કર્મની રાહ પકડી જાય
અનેક જીવોને ભોજન દેતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય.
કર્મનીકેડી પકડી પ્રેમથી,જ્યાં  પરમાત્મા પણ રાજી થઈ જાય આંગણે આવી સંતોષ મેળવતા જીવોથી,પાવનરાહ મળી જાય અવનીપરના આગમનને સમજવા,સાચીભક્તિરાહ મળી જાય વિરબાઈમાતાના સંસ્કાર સાચા,પતિને પરમાત્મા બતાઈજાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. =================================================

સંત પુજ્ય જલારામબાપાનો આજે કારતક સુદ સાતમ એ જન્મદીવસ છે
તે પવિત્ર દીવસની યાદ રૂપે આ પ્રાસંગીક કાવ્ય તેમની સેવામાં અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ પરીવાર સહિત વંદન સહિત પ્રણામ.