May 11th 2017

પરમકૃપા

Image result for પાવન કર્મ
.           .પરમકૃપા 

તાઃ૧૧/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપા સંત પુજ્ય મોટાની થઈ,ત્યાં આશ્રમમાં કલમ પકડાઇ ગઈ
૧૯૭૧માં પ્રથમ કાવ્ય લખાયુ,જયાં માતા સરસ્વતીની કૃપા થઈ ગઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
પાવનરાહ મળી મા સરસ્વતીની કૃપાએ,જ્યાં લાયકાતો મળતી ગઈ
સાથ મળ્યો સરળ કલમપ્રેમીઓનો,મને અનુભવથીજ સમજાય અહીં
આજકાલને ના જીવનમાં પકડતા,સમયનો નિર્મળ સાથ મળ્યો ભઈ
એ કૃપા પુમોટાની થઈ મને,સંગે સંત જલાસાઈંનો પ્રેમ મળ્યો અહીં
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
અહંકારને દુર રાખતા અભિમાન ભાગ્યુ અહીં,સરળજીવન મળ્યુ અહીં
માનવ જીવન એ કૃપા પ્રભુની,જે સાર્થક કરવા હ્યુસ્ટન આવ્યો ભઈ
કાવ્ય કથા ને પ્રસંગને પકડતા કલમે,અનેકનો પ્રેમ મળ્યો છે અહીં
મનને મળીછે શાંંન્તિ જીવનમાં,જ્યાં કુટુંબનો સંગાથ મળ્યો છે ભઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
==========================================================
     કલમની પવિત્રકેડી મળી જે માતા સરસ્વતીની કૃપા થઈ અને કલમપ્રેમીઓના
પવિત્ર સાથથી ૪૬ વર્ષથી કલમ ચાલતા કુલ ૨૭૯૦ આરટીકલ્સ લખાયા છે.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment