જલારામની જય
... .જલારામની જય
તાઃ૨૫/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરના વૈરાગી છે ભક્તિના સંગાથી,એવા જલારામની જય બોલે રામનામનુ નામ સંગે વિરબાઈ,દઇ રહયાતા અન્નનુ દાન ......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય. ભક્તિનો પવિત્રમાર્ગ વિરપુરમાં લીધો,માતાપિતાને આનંદ થાય ના અપેક્ષા કોઇ જીવનમાં રાખી,ત્યાં પવિત્રજીવનો સંગ મળ્યો વિરબાઈમાતા એ નિમીત બન્યા,જેને ઝોળીડંડો પ્રભુથી દેવાય પવિત્રરાહ જગતમાં દીધી જલારામે,જીવોને ભોજન પ્રેમે અપાય ......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય. નિર્મળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી ઓળખણ થાય માનવતાની મહેંક પ્રસરે જગતમાં,ના કોઇ અપેક્ષાય સ્પર્શી જાય શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ જાય મુક્તિમાર્ગની રાહમળે જીવને,જે મૃત્યુએ ભક્તિજ્યોત પ્રગટી જાય ......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય. =======================================================