May 29th 2017
.
. .જય મેલડી માતા
તાઃ૨૯/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન ભક્તિનો સંગ રાખીને,માતા મેલડીની શ્રધ્ધાએ આરતી થાય
પરમકૃપા માડી તારી મળી પ્રદીપને,જે પવિત્રરાહ મળતાજ સમજાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
ગરબે ધુમતા માડી તારા ભક્તો,પ્રેમ અને શ્રધ્ધાએ પુંજન કરી જાય
તાલીઓના તાલે ધુમતા માડીની,અનંત કૃપાનોઅનુભવથી થઈ જાય
પવિત્ર રાહ મળતા દેહને જીવનમાં,માતા મેલડીના પ્રેમની વર્ષા થાય
અનંત શાંન્તિની પ્રેરણા થતા કૃપાએ,નિર્મળરાહ જીવનેજ મળી જાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
શ્રધ્ધાપ્રેમથી આરતી કરતા માતાની,જીવ પર મા મેલડીની કૃપા થાય
આંગણે આવી મા ભક્તિ સ્વીકારે,એજ સાચી માડીની કૃપા કહેવાય
કરેલ કર્મને પાવનકરે કૃપાએ,જે જીવનમાં સરળરાહ પણ આપી જાય
માડી તારી ભક્તિ નિર્મળતાએ કરતા,ના માગણી કોઇ મને અથડાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
========================================================
No comments yet.