July 7th 2017

અંતરમાં અજવાળુ

.          .અંતરમાં અજવાળુ 

તાઃ૭/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,એજ દેહને પરમશાંન્તિ આપી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
મળેલ દેહ એ કરેલ કર્મના બંધન છે,ના કોઇ જીવથી કદીય છટકાય
યુગનો સમય એ દેહનેજ સ્પર્શે,જે જીવનમાં થતા કર્મથીજ અનુભવાય
માનવજીવન એજ કૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ જ અંતરને સ્પર્શી જાય
જીવનેસ્પર્શે કર્મદેહના અવનીએ,સત્કર્મથી અંતરમાં અજવાળુ થઈ જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
પવિત્રકર્મનો સ્પર્શ રહે દેહને,જ્યાં પાવનકૃપા પવિત્ર જીવથી મળી જાય
દેખાવની દુનીયાજ દુર રહે,જ્યાં સંત જલાસાંઇથીજ પવિત્રરાહ મેળવાય
ના અભિમાનની દોર મળે જીવને,કે ના દેખાવની ભક્તિ માળા પકડાય
એજ કૃપાપ્રભુની જીવપર,નિર્મળ ભક્તિએ પરમાત્મા આંગણે આવી જાય
.....ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment