September 25th 2017

નિર્મળ સ્નેહ

.       નિર્મળ સ્નેહ 
તાઃ૨૫/૯//૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતપર ધરતીને નાપારખી શકે કોઇ,કે ના કોઇથીય દુર રહેવાય
જન્મ મળે જીવને ધરતીપર,જે કર્મનાબંધનથી અહીં તહીં લઈ જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
પાવનકર્મ એ સ્પર્શે જીવને જગતપર,જે મળેલદેહના વર્તનથી દેખાય
કરેલ કર્મના બંધન એજ જ્યોત જીવની,એ સત્કર્મથી સમજાઈ જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
ના મળે કળીયુગની માયા જીવને,કે નામોહની કેડી કોઇ મળી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઇ જાય.
શ્રધ્ધાભક્તિ એ પાવનરાહ જીવની,જે પ્રભુના પ્રેમનીવર્ષા આપી જાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,માનવદેહના કર્મથીએ સમજાય
કુદરતની આઅજબછે લીલા,જીવને મળેલ દેહને મોહમાયા આપીજાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જલાસાંઇની,માનવજીવનને એ પવિત્ર કરી જાય
.....એજ અજબલીલા અવિનાશીની,જીવને દેહ મળતા અનુભવ થઈ જાય.
===========================================================