September 6th 2017

કેડી કુદરતની

.           .કેડી કુદરતની

તાઃ૬/૯/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં જીવને બંધન છે કર્મના,જે અનુભવની રાહ પકડતાજ સમજાય
જીવનુ આગમન એ દેહ મળતા દેખાય,જે કુદરતની પવિત્રકેડી કહેવાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
જન્મ મળે એકર્મનો સંબંધ દેહનો,જે નિર્મળભાવે ભક્તિ કરતા મેળવાય
અનેક દેહના સંબંધ છે જીવને,જે આગમન થતાજ જીવને એજકડી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,જીવનમાં થતા કર્મનાબંધન આપીજાય
કુદરતને ના પારખે કોઇ જગતપર,શ્રધ્ધાથી થતી ભક્તિ સમયે સમજાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
કરેલ કર્મના સંબંધ છે અવનીએ જીવને,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સરળ જીવનની રાહ એજ કુદરતની પવિત્રકેડી,ત્યાં માનવતા મહેંકી જાય
મળે જ્યાં દેહને મોહ અને માયા અવનીએ,કરેલકર્મથી આફત મળી જાય
ના સમજણનો કોઇ સંગાથ રહે,કે ના કોઇ નિર્મળ જીવનનીરાહ મેળવાય
.....એજ પરમાત્માની પરમકૃપા,જીવને મળેલ દેહને પાવનરાહ પણ આપી જાય.
=============================================================