September 1st 2017

માતાને વંદન

Image result for માતાને વંદન

.             .માતાને વંદન    

તાઃ૧/૯/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જય અંબે માતા,મા જય દુર્ગે માતા,ગરબે ઘુમી વંદન કરીયે મા કૃપા તમારી લેવા
ભક્તિપ્રેમથી વંદન કરીને બોલીએ પ્રેમથી,જય કાળકા માતાને જય ખોડીયાર માતા 
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
દર્શન આપી માકૃપા કરજો ભક્તોપર,મળેલ જીવને તમારી કૃપાએ શાંન્તિ મળીજાય 
નિર્મળ જીવનની રાહ મળતા પાવન કર્મથી,અવનીપરના આગમન બંધન છુટી જાય
કર્મના બંધન એજ તો છે સંબંધ જીવના,જે જીવને અનેક દેહ આપીને પકડી જાય
માતાજી તમારીકૃપા મળે દેહને અવનીએ,જે ગરબે ધુમતા માડીના પ્રેમની વર્ષા થાય
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
દાંડિયા રાસને હાથમાં પકડી ગરબે ઘુમતા,માડી તમારા પ્રેમનીકૃપા શ્રધ્ધાએ મેળવાય
આંગને આવી મા દર્શન દેજો ભક્તોને,જ્યાં પવિત્રપ્રેમથી માડીના ગરબા પ્રેમે ગવાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જે મળેલ દેહને પાવન રાહથી અનુભવ થઈ જાય
વંદનપ્રેમ અને નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ માતાની,સુખ સ્વર્ગની કૃપા આપી જાય
.....માડી તમારા ચરણે પગે લાગીને વંદન કરીને,નવરાત્રીમાં પ્રેમથી ગરબાઓ ગવાય.
=================================================================
September 1st 2017

જય વ્હાલી માતા

Related image

.                            .જય વ્હાલી માતા

તાઃ૧/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલીઓના તાલ સંગે માડી તારા ભક્તો,ગરબે ઘુમી તારી કૃપા પામવા આવે
પકડી પાવન પવિત્રકેડી જીવનમાં માડી,તારી કૃપા પામવા દર્શન કરવા લાગે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
શ્રધ્ધા પ્રેમને સંગે રાખીને ભક્તો કૃપા પામવા,માતાના ગરબા પ્રેમથી સૌ ગાય
અદભુતલીલા મા તારી અવનીપર,જે અનેક પવિત્રરાહ આપીને ભક્તોને જીવાડે
ગરબે ઘુમી તાલી પાડતા મા તારી,પ્રેમની વર્ષા જીવને મળેલ દેહને સુખ આપે
અનંત શક્તિશાળી છે માતા કાળકા,થયેલ દર્શનથી જગતમાં ભક્તોએ પ્રેમ માગે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
કૃપા મળે જ્યાં માતાની દેહને ત્યાં લાગણી મોહની માયા નાકદીય જીવને સ્પર્શે
અંતરમાં આનંદની વર્ષા મળે કૃપાએ,ના માગણી કે કોઇજ અપેક્ષા રહેતી સંગે
મળે માતાનો પ્રેમ જીવને મળેલ દેહને સ્પર્શે,જે પાવનકર્મ કરાવીને સુખ આપે
પ્રેમભાવના સંગે શ્રધ્ધા રાખતા જીવને,પાવનકર્મના સંબંધ જીવનમાં મળી જાશે
.....નવરાત્રીના પવિત્ર દીવસે માતા કાળકા,પાવાગઢથી હ્યુસ્ટન આવી શાંંન્તિ જીવને આપે.
=====================================================================
September 1st 2017

માતાજીનો ગરબો

Related image

.                          .માતાજીનો ગરબો

તાઃ૧/૯/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી ભક્તિ કરવા અનંત ભક્તો,પ્રેમ ભાવથી ગરબે ઘુમતા થાય
તાલીઓના તાલના સંગે શ્રધ્ધા રાખી,ડાંડીયા વગાડી વંદન કરતા જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
આરાસુરથી માતા અંબાજી આવ્યા,જોઇ ભક્તોની નિર્મળ ભક્તિની રાહ
પ્રેમ ભાવથી દાંડિયા રમતા ભક્તજનોની,તાલીઓને એ પારખી હરખાય
આવે પ્રેમની ગંગા લઈને માડી આંગણે,નિર્મળ ભક્તિએજ અનુભવ થાય
મળે માતાની કૃપા ભક્તોને આજે,જ્યાં નિખાલસ ભાવથી ગરબા ગવાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
પવિત્ર ધર્મની આજ પવિત્રકેડી છે,જે સમયે જીવનમાં સાથ આપી જાય
આવે અનેક તહેવાર હિંદુ જીવનમાં,જે મળેલ જીવનનેએ મહેંકાવી જાય
ગરબાની પવિત્રરાહ મળે માનવીને,જ્યાં સમયપારખી દાંડીયારાસ રમાય
નિર્મળ ભક્તિએજ છે શ્રધ્ધાની કેડી,જે પવિત્ર જીવન ઉજવળ કરી જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
==============================================================