September 4th 2017

પવિત્ર નવરાત્રી


.             .પવિત્ર નવરાત્રી   
તાઃ૪/૯/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા અનંતપ્રેમની વર્ષાએ,નવરાત્રીના નવદીવસ ભક્તિભાવથી ગરબા ગવાય
તાલીઓના તાલ સંગે રૂમઝૂમ રૂમઝૂમ થતા,તાલી પાડતા પ્રેમનો તાલ મળી જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
નમન કરીને તાલી પાડતા માતા મેલડી,શ્રધ્ધાભક્તિ પારખી કૃપાએ પ્રેમ આપી જાય
અનંત શક્તિ શાળી છે માતા અવનીપર,જે નવરાત્રીના નવદીવસ અનુભવ થઈ જાય
કૃપાની પવિત્રકેડી મળે માતાની,જ્યાં પવિત્ર ભાવનાએ તાલી સંગે ગરબા પ્રેમે ગવાય
અદભુત શક્તિની કૃપા થાય ત્યાં,જ્યાં દાંડીયા લઇને ભક્તો માતાને રાજી કરતા જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
માતા ખોડીયારની કૃપાઅનેરી,જે ગરબે ધુમતી નારીઓને સંસારની પવિત્રકેડી દઈ જાય
જ્યાં કૃપા મળે પવિત્ર માતાજીની જીવને,જગતમાં ના કોઇજ અપેક્ષા કદીય અડી જાય
નવરાત્રી એ પવિત્ર તહેવાર માતાજીનો હિંદુ ધર્મમાં,જે મળેલ દેહનેએ સાર્થક કરી જાય
કુદરતની છે આજ અજબલીલા અવનીપર,જે સમય પકડીને જીવતા અનુભવ થઈ જાય
......એજ માતાની કૃપા થાય ભક્તો પર,નિર્મળ નિખાલસ ભાવનાએ ઝાંઝર ખખડાવાય.
===================================================================