November 5th 2017
. .સરળ સમય
તાઃ૫/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પ્રેમ મળે અવનીએ,જ્યાં જીવથી સત્કર્મ સચવાય
મળેલ માનવદેહને સરળજીવન મળે,જે પાવનકર્મ કરાવી જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
કુદરતની કૃપાએ ધર્મભક્તિની નિર્મળકેડીએ,પવિત્રકર્મ થઈ જાય
ના મોહ કે માયા સ્પર્શે જીવને,ત્યાંજ સત્કર્મની રાહ મળી જાય
અંતરથી કરેલ વંદન અવિનાશીને,ઉજવળ જીવનએ આપી જાય
પવિત્રકર્મ એ સત્કર્મની કેડીએ મળે,જે જીવના કર્મબંધન કહેવાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
આજકાલએ સંબંધ સમયનો અવનીએ,ના કોઇ જ દેહથી છટકાય
જીવને જકડે અવનીપર આવનજાવનથી,જે સમયની કેડી કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે અવનીએ,જ્યાં સત્કર્મથી જીવન જીવાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે દેહને સ્પર્શથી સમજાઈ જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
===================================================
No comments yet.