November 1st 2017

પવિત્ર ગંગા

....
.           .પવિત્ર ગંગા  

તાઃ૧/૧૧/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીએ,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
કર્મની શીતળરાહે જીવતા દેહપર,પવિત્રગંગાની વર્ષા થઇ જાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
કુદરતની એજ પવિત્ર કૃપા જીવ પર,જે પાવનકર્મથીજ સમજાય
વાણી વર્તનનો સંબંધછે દેહને,એ સમયસમયે દેહને સ્પર્શી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,જ્યાં જીવનમાં સત્કર્મનો સંબંધ રખાય
નિખાલસ પ્રેમ એ પવિત્રપ્રેમની ગંગા છે,જે નિર્મળ વર્તને દેખાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
શ્રી ભોલેનાથની નિર્મળનિખાલસ ભક્તિએ,ગંગાની વર્ષા થઈ જાય
મહેંક પ્રસરે જીવનની અવનીપર,જે માનવજીવન પાવન કરી જાય
શીતળકર્મથી કૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને મુક્તિએ લઈ જાય
જીવને આવન જાવનના બંધન ના સ્પર્શે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
=====================================================