November 16th 2017

આગમનનો સંબંધ

.          .આગમનનો સંબંધ
તાઃ૧૬/૧૧/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આગમન અને વિદાયનો સંબંધ,જગત પર જીવને મળેલ દેહને સમજાય
સમયના પકડાય જગતપર કોઇથી,એજ અજબકૃપા પરમાત્માની કહેવાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
અનેક પ્રસંગનો સંબંધ છે અવનીએ,જે દેહને આગમન પ્રસંગે આપી જાય
જન્મ મળે જ્યાં જીવને માબાપથી,ત્યાં આવેલસંતાનને વ્હાલ કરવા જવાય
એ આગમન પ્રસંગને માણવાને જવાય,જે મળેલ દેહના સંબધથી મેળવાય
મળેલ દેહથી સામાજીક કર્મને સચવાય,ત્યાં માનવતા મહેંકાવવા આવીજાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
આગળ પાછળને કે માન અને સન્માન મેળવતા,જીવનમાં સત્કર્મ થઈ જાય
કુદરતની આ અજબલીલા જગતપર,દેહને આગમન વિદાયના સંબધે દેખાય
ભણતર ચણતર એ નિખાલસભાવે સમજતા,માન અને સન્માન આપી જાય 
માનવ જીવનની મહેંક પ્રસરે જીવનમાં,ના અપેક્ષાના વાદળ કોઇ અડી જાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
===============================================================