નિર્મળ શ્રધ્ધા
. .નિર્મળ શ્રધ્ધા
તાઃ૧૯/૪/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને,અવનીપર અનેક બંધન સ્પર્શી જાય કુદરતની આજ છે અજબલીલા,જે નિર્મળ શ્રધ્ધાએજ સમજાય .....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય. કર્મના સંબંધ એ જીવને મળેલ દેહના,જન્મ મરણથીજ દેખાય માનવદેહ એ પરમાત્માનીજ કૃપા,જે કરેલ કર્મથી સ્પર્શી જાય પવિત્રરાહે ભક્તિ કરતાજ જીવનમાં,સત્માર્ગનો રાહ મળી જાય જીવને મળેલ આગમન વિદાયથી,જગતમાં ના કોઇથી છટકાય .....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય. પરમકૃપા છે સુર્યનારાયણદેવ જગતમાં,પ્રત્યક્ષ દર્શન આપી જાય સવાર સાંજનો સંબંધ મળે અવની પર,જે ઉદય અસ્તથી દેખાય પવિત્ર આંગણુ ઘરનું થાય,જ્યાં સવારમાં સુર્યદેવને અર્ચના થાય પાવન રાહ મળે જીવને અવનીએ,જ્યાં નિર્મળ ભાવનાએ પુંજાય .....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય. ====================================================