May 21st 2018

આવતી આફત

.     .આવતી આફત 

તાઃ૨૧/૫/૨૦૧૮      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળતી માયા કાયાને કળીયુગમાં,અનેક આફતો આપી જાય
કળીયુગની આ કાતર એવી,જીવનમાં સુખશાંંતિ કાપી જાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અનેક રૂપે દેહ આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જીવનમાં કર્મની કેડીએ ચલાય
સત્કર્મ એ સંસ્કાર સાચવે,જે જીવને પવિત્રરાહથી સમજાઇ જાય
પાવનકર્મની રાહ ચીંધે પરમાત્મા,જે મળેલ માનવદેહને સમજાય 
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
નિર્મળભાવથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં સત્કર્મ થતા જાય
મોહમાયાને દુર રાખવા જીવનમાં,મળેલદેહને ભક્તિએ સચવાય
આ મારૂ આ તારૂને નાસ્પર્શ કરતા,જીવનમાં શાંંતિ મેળવાય
ભક્તિ માર્ગની પાવન રાહ મળે,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
====================================================