May 22nd 2018

સમય પકડ જે

.             .સમય પકડ જે

તાઃ૨૨/૫/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કુદરતની છે અજબલીલા અવનીપર,સમય સમયે એ પસાર થાય
જીવને મળેલ દેહને એસ્પર્શે જીવનમાં,જે નિર્મળપ્રેમે જ સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
જન્મ મળેલ દેહને સર્વ પ્રથમ,માબાપનો અનંતપ્રેમજ મળી જાય
સમય મળે ઉંમરને પકડતા,જે બાળપણથી જુવાનીએ લઈ જાય
ઉજવળ જીવનની કેડી મળે દેહને,જ્યાં ભણતરને પકડીને ચલાય
ભણતર એ બને છે ચણતર દેહનું,જે ઉજવળરાહ મળતા સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ થયેલ કર્મના સંબંધથી મળી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની છે,જે દેહને સમજ આપતા જીવાય
સમયને પકડી ચાલતો માનવી,જીવનમાં અનેક વર્તનથી એ દેખાય
નિર્મળ ભાવનનો સંગ રાખતા,મળેલ દેહથી સમયને પકડીને ચલાય 
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment