October 23rd 2018

સમયની સમજણ

.                      .સમયની સમજણ

તાઃ૨૩/૧૦/૨૦૧૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કોઇથીય કદીદુર રહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,પારખીને ચાલતા શાંંન્તિઆપી જાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
દેહ મળે જીવને અવનીપર,જે થયેલ અનેક કર્મના બંધનથી મેળવાય
જગતપર દેહને સમયજઅડે,જે બાળપણ જુવાની ઘડપણ આપી જાય
કુદરતની અજબલીલા જ કહેવાય,જગતપર નાકોઇથી કદી દુર રહેવાય
સરળ જીવનનો સંગાથમળે દેહને,જ્યાં નિર્મળ ભાવનાએ જીવનજીવાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
જીવનમાં મળેલ દેહ જો સમયને સમજીને ચાલે,તો શાંંન્તિ મળી જાય
પરમાત્મા તકલીફ આફતને દુર રાખે,જે જીવને શ્રધ્ધાભક્તિ આપીજાય
મળેલ માનવ દેહની માનવતા પ્રસરે,જ્યાં કુદરતની કૃપાની વર્ષા થાય
જીવનમાં કર્મનીકેડીની સમજ મળે જીવને,જે સમયસમયે પરખાઈ જાય
...એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment