February 3rd 2019

પરખ આજકાલની

.            .પરખ આજકાલની

તાઃ૩/૨/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહ અવનીપર,જે કર્મના બંધનથી કુદરત આપી જાય
સંબંધનો સહવાસ મળે જીવનમાં,એ પુર્વ જન્મનો સંગાથ જીવનો કહેવાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવોને,જે તેમણે મળેલદેહથી કરેલ કર્મથી મેળવાય
કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે જન્મો જન્મના સબંધથી સમજાય
સરળજીવન સંગે નિસ્વાર્થ ભાવનારાખતા,મળેલદેહની માનવતા મહેંકી જાય
આજકાલ એ કુદરતની છે લીલા જગતપર,ભુતકાલને કદી કોઇથીય પકડાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
પવિત્રદેહ એ પરમાત્માની કૃપા ભારતપર,જે દેહ લઈને આગમન કરી જાય
સત્કર્મની રાહ બતાવી સંસારમાં રહ્યા પ્રભુ,જેને આજે ગઈકાલ જ કહેવાય
સમય પારખીને ચાલેલ જીવને,મળેલદેહથી ધર્મકર્મ વર્તનને પારખીને ચલાય
આવી અવનીપર જીવે કરેલકર્મ એ બંધન કહેવાય,જે જન્મમરણ આપીજાય
......પાવનકર્મ એ પરમાત્માની થયેલ પુંજા,જે જીવને સુખસાગર પર લાવી જાય.
=============================================================