February 13th 2019
. અનંત વર્ષા
તાઃ૧૩/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ થતા,જીવનમાં અનેકકર્મ કરાવી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે થયેલ કર્મના સંબંધે અનુભવાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિ આપી જાય
કર્મનોસ્પર્શ દેહને વાણીવર્તન આપી,અવનીએ આગમન વિદાય દઈ જાય
સમયનો સ્પર્શ દેહને થાય છે જીવનમાં,જે થઈરહેલ કર્મથી સમજાઈ જાય
વડીલના આશીર્વાદનીવર્ષા થાય દેહપર,જે પવિત્રરાહની સેવાએ મેળવાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
શુ મળ્યુ ને શુ મળવાનુ ના જન્મમળે સમજાય,એ કુદરતનીલીલા કહેવાય
પરમકૃપાના સંગનો અનુભવથાય,જ્યાં નિર્મળભાવથી જલાસાંઇનીપુંજા થાય
પવિત્રકર્મનો સંગાથમળે દેહને,જે પવિત્ર સંતોએ બતાવેલ ભક્તિએ જીવાય
નાઅપેક્ષા માગણીની કોઇ રાહમળે,જ્યાં પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
.....જીવનમા પાવનરાહ મળે દેહને અવનીપર,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષા થાય.
===============================================================