May 6th 2019

શાંંન્તિનો સહવાસ

.             .શાંન્તિનો સહવાસ     

તાઃ૬/૫/૨૦૧૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પાવનકેડી જગતપર,અનેક રાહે જીવોને જીવવાની પ્રેરણા આપી જાય
મળે માનવદેહ જીવને પ્રભુકૃપાએ અવનીપર,જીવને શાંંન્તિનો સહવાસઆપીજાય
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
જીવને મળેલદેહ એ થયેલ કર્મના સંબંધે,અવનીપર આગમન વિદાયથી અનુભવાય
માનવ જીવન એ સરળ જીવનની રાહ આપે,જ્યાં નિર્મળ ભાવનાએ ભક્તિ કરાય
કુદરતની કેડી નિર્મળબને જીવનમાં,જે પાવનરાહે જીવન જીવવાની રાહ દઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,એ નિર્મળ ભાવનાથી જીવતા મળેલ દેહને સમજાય 
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
પવિત્રમાસ અનેક ધર્મમાં મળે જીવોને,જે સમયની સંગે ધર્મ પકડીને જીવન જીવાય
નાકોઇ ચિંતા મળેદેહને કે નાકોઇ જરાહ,જીવને મળેલદેહને મેળવવાની ઇચ્છા થાય 
અદભુત પાવનરાહ મળેલ દેહને મળી જાય,જે નિર્મળ શાંંન્તિનો સહવાસ આપીજાય
આગમનવિદાયનો સંબંધનારહે દેહને,એ જીવના પાવનકર્મથી જન્મમરણને છોડી જાય 
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
=================================================================