May 12th 2019

મધર ડે

.             .મધર ડે 

તાઃ૧૨/૫/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે પ્રેમ માતાનો સંતાનને,જે જીવને મળેલ દેહને પાવન કરી જાય
આશીર્વાદ એ પ્રેમમાતાનો,સંતાનના જીવનની જ્યોત પ્રગટાવી જાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉંમરસંગે ચાલતો માનવદેહ,જે સમયની સાથે અનેક કર્મથી ચાલી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જે દેહના પાવન વર્તનથી જ દેખાય
આંગણે આવી પ્રેમમળે સંતાનનો,એ માબાપને અનંતશાંંતિ આપી જાય
લાગણી એ સંસ્કાર સાચવે જીવનમાં,ના માગણી જીવનમાં કદીય રખાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉજવળ જીવન સંતાનનુ જોતા કુટુંબમાં,દાદા દાદીને અનંત શાંંતિ થાય
મળેલદેહ એ કર્મના સંબંધે સંતાન બને,જે દીકરો દીકરીથીજ ઓળખાય
અવનીપરનુ આગમન એ માતા નિમીત્ત બને,જે સંતાનની માતા કહેવાય
માતાપિતાના પાવન પ્રેમથી,ઉજવળજીવનની રાહ મળે સંતાન રાજી થાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
=============================================================
      અમેરીકમાં આવ્યા બાદ આપણે ઉંમર લાયક માબાપને ઘરડા ઘરમાં મુકી 
અમેરીકન જીવન જીવી શાંન્તિ નો અનુભવ કરીએ છીએં માબાપને દુઃખ થાય પણ
મધરડે અને ફાધરડેની રાહ જુએ છે કારણ તેદીવસે સંતાન તેમને મળવા આવે છે.
=============================================================