August 14th 2019

માતાનીકૃપા

         Image result for માતાજીના ગરબા,રાસ
.                 ંમાતાનીકૃપા                     
તાઃ૧૪/૮/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર શ્રાવણ માસની પાવનરાહ મળતા,પ્રેમથી ગરબાએ ભક્તિ કરાય
માડી તારા આંગણે આવી તાલીઓના તાલે,દાંડીયા સંગેજ રાસ રમાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
મળે પ્રેમ માતાનો જીવને પાવનરાહે,જીવનમાં અનંત શાંંતિ આપી જાય
તાલીઓના તાલે માતાને પગે લાગતા,માનવદેહને સદમાર્ગ એ લઈ જાય
પવિત્ર માસની મહેંક પ્રસરે અવનીપર,જે હિંદુ ધર્મનેજ પાવન કરી જાય 
સરળ જીવનની રાહ મળે દેહને જીવનમાં,એજ પરમકૃપા માની કહેવાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
પગલે પગલે ગરબા રમતા માતાનુ સ્મરણ થાય,જે પાવનકર્મ આપી જાય
તાલી તાલીના સંગે દાંડીયા રમતા,માતાનો અનંત પ્રેમ જીવને મળી જાય
પવિત્ર નિખાલસભાવથી માતાને વંદનકરે,કૃપાએ જીવને સદમાર્ગ મળીજાય
કૃપા મળે માતાની પરિવારને જીવનમાં,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય   
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment