August 26th 2019

નવરાત્રીને નમન

.             નવરાત્રીને નમન   
તાઃ૨૫/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ      

     જ્યોતિબેન તમને તો ઘણા સમય પછી જોયા અને તમે મને યાદ રહ્યા તે માતાજીની કૃપા કહેવાય.
એટલેજ તમે મને યાદ આવ્યા અને આમેય ભુતકાળ તો ભુલાય નહીં એટલે જ માતાએ મને યાદ રખાયા.
અને આમેય મારે તમને યાદ રાખવાપડે કારણ તમે તો મારા જુના પડોશી અને ખાસતો આપણે મેદીરમાં
સાથે જતા અને માતાનો પ્રેમ પણ મેળવી લેતાં.મને તો ધણો આનંદ થયો કે હિંદુ ધર્મની નવરાત્રીના 
પ્રથમ દીવસે અંબામાતાની કૃપા થઈ તો આપણે દુકાનમાં મળ્યા અને મને તરત યાદ આવી ગયા.તમારી
તબિયત કેમની છે બધુ બરાબર છે ને અને તમારા વર રમેશભાઈ અત્યારે શુ કરે છે? તેમની તબિયત
બરાબર છે ને.હા નિલાબેન તમારો પ્રેમ છે તો માતાની કૃપાએ પવિત્ર નવરાત્રીના દિવસે જ આપણે મળ્યા.
આવો આપણે અહીં ખુરશીમાં બેસી થોડી આપણી પર્સનલ વાતો કરીએ.
     બંન્ને બહેનો ખુરશીમાં બેઠા અને હાથ પકડીને આનંદ કર્યોંં.નિલાબેન કહે જ્યોતિબેન તમારે કેમનુ છે.
બધુ બરાબર છે ને તમારી તબિયત સારી દેખાય છે અને તમારા વરની દુકાનનુ કામકાજ બરાબર ચાલે છેને?
અને તમારા દીકરા અને દીકરીઓ અત્યારે શુ કરે છે.જ્યોતિબેન કહે તમને પહેલા વાત કરેલીને કે મારા વર
જ્યારે અમે અમેરીકા આવ્યા તે પહેલા આણંદમાં રહેતા હતા મારા વર વકીલ હતા અને છત્રીસ વર્ષ વકીલાત
કરી.અને મારી મોટી નણંદ ઉર્મીલાબેને અમારા માટે વિઝા માટે એપ્લાય કર્યુ અને અમને બોલાવ્યા એટલે
અમને એમ કે અમેરીકામાં આપણને સારી જીંદગી મળશે.એટલે અમે અમેરીકા આવ્યા પણ અમને ખબર 
પડી કે અમેરીકામાં હવામાનનો બહુ ભરોશો ના રખાય ન્યુયોર્ક,શીકાગો અને કેલીફોર્નિયામાં ઠંડી ખુબ પડે.
એટલે અમે હ્યુસ્ટનમાં આવ્યા કારણ મારા બાળકો નાના હતા તેથી તેમની તબીયતની ચીંતા ના કરવી પડે.
અહીં આવ્યા પછી મારા વરે પ્રયત્ન કર્યો કે વકીલાત ચાલુ રાખે પણ તેમને અનુભવ થયો કે ભારતથી આવેલ
વ્યક્તિઓને ત્યાંના ભણતરની કોઇ જ લાયકાત ના મળે અને બીજી વાત એ પણ છે અહીંના ભણતરથી કોઈ
તક ના મળે કારણ તે ઉંમરને અડીં જાય.જોકે તેમણે ત્રણમાસ ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તક ના મળી
એટલે અમેરીકન ગ્રોસરી સ્ટોરમાં ગ્રાહકને લારી પકડી મદદ કરવાની નોકરી શરૂ કરી.અને મારા બે દીકરા 
અને બે દીકરીઓ સ્કુલમાં ભણવા જતા હતા તેમને સ્કુલની બસ લઈ જતી અને મુકી જતી અને મારે પણ 
કામ કરવુ જોઇએ તો એક ગુજરાતી ભોજનની હોટલમાં મને નોકરી મળી મને સવારે નવ વાગે લઈ જાય અને 
સાંજે આઠ વાગે પાછી મુકી જાય મારા વરને ગુરૂવારે તેમના જુના મિત્ર મળ્યા અને કહ્યુ કે તમે મારો આ 
ફોન નંબર છે મને શનિવારે સવારે ફોન કરજો તો તમને સારો રસ્તો બતાવીશ.શનિવારે મારા પતિએ 
અંબાલાલભાઇને ફોન કર્યો અને રવિવારે મળવાની માહિતી મેળવી લીધી.તેઓ અમારા ઘરથી નજીકમાં જ 
રહેતા હતા મારા વરને આનંદ થયો.રવિવારે તેમને મળવા ગયા તેમના ઘરમાં પ્રવેશતા જ તેમને અનુભવ થયો 
કે તેમની ઉપર માતાની કૃપા થઈ એટલે તેમને મળવા આવવાનુ થયુ.ઘરમાં પેસતા જ પ્રથમ રૂમમાં માતાનુ 
મંદીર હતુ જ્યાં અંબાલાલ  માતાની પુંજા કરતા હતાં. તેમણે મારા વરને કહ્યુ રમેશભાઈ તમે નશીબદાર છો 
કારણ આજે હીંંદુ ધર્મ પ્રમાણે નવરાત્રીનો પ્રથમ દીવસ છે અને તે દીવસે માતાએ તમને બોલાવ્યા અને તેજ
દીવસે તમે આવ્યા તે તમારા પર માની કૃપા કહેવાય જે તમને તક આપી.બે મીનીટ તમે માતાજીને પગે અ
લાગી લો પછી આપણે ઘરમાં બેસીએ વાત કરીએ.થોડી વાર પછી બંન્ને રૂમમા બેઠા અને અંબાલાલભાઈએ
મારા વરને કહ્યુ મારા એક મિત્ર જે બોરસદના છે અને અઢાર વર્ષથી અહીં અમેરીકામાં છે તમને વાત કરવી 
છે કે તેમનુ નામ કનુભાઈ છે ડાઉનટાઉનમાં દુકાન છે પણ તેમને આ એરીયામાં નવો સ્ટોર કરવો છે અને
તમને એ નવા સ્ટોરની બધી વ્યવસ્થા કરી આપશે.તમારે એ સ્ટોર ચલાવવાનો આ વાત ચાલતી હતી તે
વખતે જ અચાનક કનુભાઇ અંબાલાલને મળવા આવ્યા.અંબાલાલે કનુભાઈને આ રમેશભાઈ આણેંદના છે 
તેમને મે તમારી નવી દુકાન ચલાવવા માટે બોલાવ્યા હતા અને તે આવ્યા તો તમે પણ સમયસર માતાની
કૃપા થઈ અને આવી ગયા.મારા વરની જોડે તેમણે દુકાનની વાત કરીને તેમણે કહ્યુ કે દસ દીવસમાં જ
દુકાન ચાલુ કરી દઈશુ.આ ઘેરથી દુકાને જતા પાંચ મીનીટ થશે.
 મારા વર ઘેર પાછા આવ્યા અને સાંજે માતાની પુંજા કરી અને કુળદેવી માતા કાળકાને દીવો કર્યો.
તે વખતે માતાએ તેમની પર કૃપા કરી અને તેમને વિચાર આવ્યો એટલે સેવા કરી ઘરમાં ચાલતા મને કહે
આજથી આપણા ધર્મ પ્રમાણે નવરાત્રી શરૂ થાય છે એટલે માતાએ મારી પર કૃપા કરી અને પ્રેરણા આપી 
કે તુ દુકાન ચલાવજે તને શાંંતિ મળશે.સમયની સાથે જે વ્યક્તિ ચાલે તેની પર પરમાત્માની કૃપા થાય.
અંબાલાલ નિમીત બન્યા અને દુકાન ચલાવવાની વાત કરી.
 દસ દીવસમાં જ જ્યોતીબેનના ઘરથી નજીકમાં જ સંગીતા ઇંડીયન ગ્રોસરી સ્ટોર ખોલ્યો અને 
રમેશભાઈને ચલાવવા માટે આપવામાં આવ્યો.તેઓ સમયસર સવારમાં નવ વાગે દુકાન ખોલતા અને
સાંજે સાત વાગે બંધ કરી ઘેર આવી જતા અને ઘરના મંદીરમાં ભગવાનને આરતી અને માતાને દીવો
કરી દેતા.જ્યોતીબેન પણ માતાની આરતી પણ કરતા.તેમની પર માતાની કૃપાએ બે દીકરા અને બે
દીકરીઓ આપી.તેમનો મોટો દીકરો સુરેશ પછી દીકરી કામીની પછી દીકરો મનોજ અને પછી દીકરી
મોનિકા હતી.જ્યોતીબેન લગ્ન પહેલા પણ બાળપણથી માતાજીની પુંજા કરતા તેમની સાથે સ્કુલમાં 
ભણતી એક ભ્રાહ્મણ બેનપણી રાધિકાએ એક વખત નવરાત્રીની વાત ચાલતી હતી તે વ ખતેજ તેણે
કહ્યુકે ભારત એજ પવિત્ર ભુમી છે જ્યાં માતાએ બાવન સ્વરૂપ લીધા છે.અને હિંદુ ધર્મમાં ભક્તિ 
એજ પવિત્ર જીવનની રાહ આપે છે.જ્યોતીબેન તો માબાપની કૃપાએ બાળપણથીજ માતાની પુંજા
કરતા અને નવરાત્રીમાં માતા નિમીત્તે દીવસમાં એક જ વખત ભોજન કરતા અને સાંજે માતાને 
દીવો કરી આરતી કરી માતાનો ગરબો ગાઈ પછી માતાના મંદીર જતા.જ્યાં ગરબા ગાઈ અને
આરતી પણ કરતા આજ એમના જીવનમાં પવિત્રરાહ મળતી ગઈ અને જેને લીધે ચાર સંતાન થયા
જે માતાની કૃપાએ સ્કુલમાં જતા અને સમય પકડીને ચાલતા હવે કૉલેજમા જવાનુ શરૂ થયુંં મોટો
દીકરો સુરેશ વકીલનુ ભણ્યો.બીજી દીકરી કામિની મેડીકલનું ભણતી હતી ત્રીજી દીકરી નર્શનુ ભણી
હતી ચોથો દીકરો શિક્ષકનુ ભણતો હતો. ચારે સંતાન નવરાત્રીની માતાની કૃપા એ પવિત્રરાહે 
જીવતા હતા અને તેમના પિતા પણ પવિત્રરાહે માતાની કૃપા લઈ દુકાન ચલાવતા હતા.દુકાન
સવારે ખોલતા સમયસર ગ્રાહકો આવી જતા કારણ આ દુકાનમાં ગુજરાતી અનાજ,શાકભાજી અને
મંદીરની વસ્તુઓ યોગ્ય ભાવે મળતા ખુબ શાંંતિ મળતી જે તેમની શ્રધ્ધા અને તેમની પત્ની 
જ્યોતીબેનની ભક્તિ જે નવરાત્રીથી માતાની કૃપા મેળવી જીવી રહ્યા હતા એજ નવરાત્રીને નમન
કહેવાય.સૌને નવરાત્રી નીમીત્તે જય માતાજી.
========================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment