આવ્યો ફાધર ડે
. .આવ્યો ફાધર ડે તાઃ૨/૬/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રેમ મળે માબાપનો જીવનમાં,જે સંતાનને સુખશાંંતિ આપી જાય પાવનરાહ મળતા દેહ પર,એજ પરમાત્માની પરમકૃપા જ કહેવાય ......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય. પવિત્રભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય ઉજવળજીવન જીવી રહ્યાછે,જે સુખશાંંતિના વાદળ વરસાવી જાય મળે કુટુંબમાં પ્રેમ સંતજલાસાંઇનો,જે પાવનકર્મથી જીવને સમજાય સગા સંબંધીઓનો સાથ મળે પ્રસંગપર,એ દરેક પળે મળતો જાય ......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય. કળીયુગની આકેડી અમેરીકામાં,જે નિર્મળપ્રેમની ગાથા દુરકરી જાય માબાપને દુર રાખવાને જીવનથી,અહીંતો ઘરડાઘરમાંજ મુકી દેવાય મધરડેની રાહ જુએ મમ્મી જીવનમાં,ને ફાધરડેની રાહ પપ્પા જુએ આજ દેખાવની દુનીયા જગતપર,અહીં આવી ના કોઇથીય છોડાય ......એજ દેહને મળેલરાહ અવનીપર,ના અપેક્ષા રહે ના આફત મળી જાય. =============================================================