July 16th 2020

સાંઈબાબા


.              .સાંઈબાબા 
 તાઃ૧૬/૭/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમની રાહ પકડીને,શેરડીમાં એ દેહ લઈને આવી જાય
પરમકૃપા શંકર ભગવાનની,ભારતમાં સાંઈબાબાથી ઓળખાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
દેહમળ્યો શેરડીમાં સાંઈબાબાથી,ને દ્વારકામાઈનો પ્રેમમળીજાય
મળેલ માનવદેહને ઉજવળરાહે જીવવા,એ આંગળી ચીંધી જાય
ધર્મ કર્મની ના કોઈ અડતર અડે,જ્યાં બાબાનો પ્રેમ મેળવાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા દેહને,અલ્લાઇશ્વરની ઓળખણ થાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
અનેક કર્મનો સંબંધ છે માનવદેહને,જે દેહના વર્તનથી દેખાય
માબાપનોપ્રેમ એ જીવને સ્પર્શી જાય,જે મળેલ દેહને સમજાય
ના કર્મનો સંબંધ સાંઇબાબાને,કે ના કોઇ જ માગણી રખાય
આગમનવિદાયને પારખી ઓળખતા,પ્રભુનોપ્રેમ દેહથી મેળવાય
.....ના માબાપની જરૂર પડી,કે ના કોઈ કુટુંબનો સંબંધ મળી જાય.
=======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment