આનંદની લહેર
. . આનંદની લહેર
તાઃ૨૮/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનનો સંગ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
ના અંતરમાં અપેક્ષા રહે,જ્યાં અભિમાન ઓસરી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
માનવ દેહ મળતા જીવને,ધર્મ કર્મને એ સમજાઈ જાય
કર્મબંધન જકડે છે જીવને,જે આવન જાવનથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પવિત્ર ધર્મરાહ મેળવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
મળે રાહ જીવને જીવનમાં,જે સાચાસંતથીજ મળી જાય
વિરપુરનાસંસારી સંતજલારામ,ભુખ્યાને ભોજન દઈ જાય
અનેક જીવોને અન્ન દેતા,પરમાત્માય આવીને ભાગીજાય
એજ સાચીરાહ જીવની,જે કર્મના બંધનથી દેહ છુટી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
પશુપક્ષી બંધનજીવના,અવનીએઅનેક દેહ આપી જાય
નાકોઇ આધાર રહે કે નાકોઇ જીવનો સંગાથ મળી જાય
સંત સાંઇબાબાએ આંગળી ચીધી,મનુષ્ય થઈ જીવીજાવ
શ્રધ્ધાસબુરીની રાહેજીવતા,નાકોઇ હિન્દુ મુસ્લીમ કહેવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
#######################################