December 25th 2018
. .સ્વર્ગવાસ
તાઃ૨૪/૧૨/૨૦૧૮ (સોમવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારના પવિત્ર દીવસે મારા પિતાજી,દેહ છોડી ભોલેનાથના શરણમાં જાય
મળેલ માનવદેહથી વિદાય લઈને,મારા વ્હાલા શ્રી શંકરભગવાનને ચરણે જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
સમયની સાથે ચાલતા પિતાજી,પાવન ભક્તિની પવિત્રરાહે સંતાનને દોરી જાય
મળ્યો અમને અંતરનો પ્રેમ જલાસાંઇ કૃપાએ,જે અનુભવની ગંગા વહાવી જાય
ભણતરની પવિત્રકેડી પકડી સંતાનોએ,જે દેહને સન્માનની ચાદર ઓઢાડી જાય
સદગુંણનો સંગાથ મળતા જ જીવનમાં,અનેક જીવોને કૃપાએ સદમાર્ગે લઈ જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
પવિત્રકેડીએ જીવનજીવતા પત્નીકમળાબેનના પવિત્રપ્રેમે પવિત્રસંતાન મળી જાય
ચાર દીકરા અને ચાર દીકરીઓ મળ્યા કૃપાએ,જે શ્રીભોલેનાથનો પ્રેમજ કહેવાય
સંસ્કાર સાચવી નિર્મળતા સંગે જીવતા,સંતાન ભણતરની જ્ઞાનગંગા વહાવી જાય
મળેલ દેહોને સાચીરાહ મળી ગઈ,જે માબાપની પાવનકૃપાએ સંતાનને લઈ જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
==================================================================
મારા પુજ્ય પિતાજીએ તાઃ૨૪/૧૨/૨૦૧૮ના રોજ ન્યુયોર્કમાં દેહ મુક્યો તે નીમિત્તે
પરમકૃપાળુ શ્રી સ્વામીનારાયણ સહિત સંત શ્રી જલારામ અને શ્રી સાંઈબાબાને અંતરથી
પ્રાર્થના કરી વિનંતી કરીએ કે તે જીવને મુક્તિ આપી અખંડ શાંન્તિ આપે તે પ્રાર્થના
સહિત લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હીમા,વિર,વેદના વંદન.
==================================================================
November 14th 2018
. .કૃપાળુ જલારામ
તાઃ૧૪/૧૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધીને આંબી નાખે જીવનમાં,જ્યાં સંત જલારામની કૃપા થાય
પાવનરાહને પકડીને જયાં જીવન જીવ્યા,એ પવિત્રગામ વિરપુર કહેવાય
......માતા રાજબાઈના અને પિતા પ્રધાનના,એ વ્હાલા સંતાનથીય ઓળખાય.
અવનીપરના આગમનને દેહના છેસંબંધ,જે અનેક સ્વરૂપે જીવથી મેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,નિખાલસતાને સરળતા આપી જાય
પવિત્રરાહે જીવન જીવતા જલારામને,શ્રધ્ધા વિશ્વાસથી પ્રભુ કૃપા મળી જાય
ના મોહ કે નાકોઇ અપેક્ષા કદી રાખી જીવનમાં,જે તેમના વર્તનથીજ દેખાય
......કુદરતની કૃપાનો સંગ જીવનમાં મળતા,દેહના વર્તનથી પાવનરાહ મેળવાય.
પરમાત્માની કૃપા મળી પત્ની વિરબાઇને,જે ડંડો ઝોળી આપીને ભાગી જાય
મળેલદેહની માનવતા પ્રસરી અવનીપર,જે પત્ની વિરબાઈના વર્તનથી દેખાય
સંસ્કારને સાચવીને જીવન એ જીવતા,નાકદી ક્યારે એ પતિથી પણ દુર જાય
લીધેલદેહની પરિક્ષા પ્રભુએ કરી,જે તેમના વર્તનથી આગમનને પાવનકરી જાય
......એજ પવિત્ર વર્તન એ કુટુંબનુ જગતપર,જે વિરપુરને પાવનગામ કરી જાય.
=============================================================
November 9th 2018
. .પવિત્ર ભાઈબીજ
તાઃ૯/૧૧/૨૦૧૮ (કારતક સુદ બીજ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવારનો સંગાથ મળે હિંદુકુળમાં,જે અનેક પ્રેમપ્રસંગ આપી જાય
નવા વર્ષના પ્રથમ માસમાં,મળતા પ્રસંગમાં કુટુંમ્બીઓનો પ્રેમ મળી જાય
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
અવનીપર જીવનુ આગમન એદેહથી ઓળખાય,જે માબાપનો પ્રેમ કહેવાય
પુત્રપુત્રીનો સંબંધ માબાપથી મળે,ને ભાઈ બહેનનો પ્રેમ કુટુંબથી મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સમયના સંગાથથી દેહને સમજાય
તહેવારને પવિત્રનિખાલસ પ્રેમથી,ભાઈ અને બહેનને વ્હાલ કરીને મેળવાય
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
ભાઈબીજનો તહેવાર એજ ભાઇનોપ્રેમ કહેવાય,જે બહેનને પ્રેમથી મળી જાય
બીજો પ્રસંગ બહેનના પ્રેમનો આવે,જે રક્ષાબંધન પ્રસંગે રાખડી બાંધી જાય
પરમપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં મળેલદેહથી કુટુંબને એસાચવી જાય
મળેલ માનવદેહનો સંગ સચવાય જગતપર,જે કર્મની કેડીનાબંધન આપીજાય
......કારતક માસના બીજા દીવસને ભાઈબીજ કહેવાય,જે ભાઈબહેનના પ્રેમે અનુભવાય.
====================================================================
November 4th 2018
. .લાડલી દીપલ
તાઃ૪/૧૧/૨૦૧૮ (જન્મ દીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાડલી અમારી વ્હાલી દીકરી,દીપલનો આજે જન્મ દીવસ ઉજવાય
પ્રેમની પાવનકેડી પકડી ચાલતી દીકરીને,માબાપનો પ્રેમ મળી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
મળેલ દેહને પાવન રાહ મળી કૃપાએ,જ્યાં કુળદેવી માતાની કૃપા થાય
પવિત્રપ્રેમ મળ્યો વડીલોનો જીવનમાં,જે સફળતાનો સંગાથ આપી જાય
સમયને પારખી ચાલતા જીવનમાં,પરમાત્માનો પરમપ્રેમ પણ મળી જાય
મળે પપ્પામમ્મીના આશિર્વાદ જન્મદીને,સંગે ભાઇરવિનો પ્રેમ મળી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
સફળતાનો સંગાથ મળ્યો જીવનમાં,જે તનમનધનથી શાંંન્તિ આપી જાય
જન્મદીવસની પાવનયાદ જીવને સંતોષદઈ,પાવનકર્મની રાહ આપી જાય
પરમકૃપા સંત જલાસાંઇની મળે,જે નિર્મળભાવનાથી ભક્તિ કરાવી જાય
પવિત્રપ્રેમનો સંગાથ મળે સગાસંબંધીઓનો,જે અખંડ શાંન્તિ આપી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
============================================================
અમારી લાડલી દીકરી દીપલનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે ભગવાનને
વંદન કરી પ્રાર્થના કરી વિનંતી કરીએ કે અમારી દીકરી આપનીકૃપા અખંડ મેળવી
સુખશાંંન્તિ મેળવી પવિત્ર જીવન જીવે.
લી.પપ્પા,મમ્મી સહિત પરિવારના જય જલારામ.
============================================================
October 30th 2018
. .જન્મદીનનો સંગ
તાઃ૩૦/૧૦/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ પકડી ચાલતા,ચી.નિશીતકુમારનો જન્મદીવસ આવી જાય
પવિત્રરાહનો સંગાથ મળ્યો તેમને,જ્યાં પિતા પંકજભાઈનીજ રાહ મળી જાય
.......એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરે શ્રી સ્વામીનારાયણની,જે પવિત્રરાહે જીવન જીવી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં ભણતરનો સંગાથ લઈ ચાલી જાય
માતા નીલાબેનના આશીર્વાદ મળે,જે જીવનમાં તનમનધનનો સંગાથ દઈ જાય
નાઅપેક્ષા કોઇ જીવનમાં રાખે,કે ના કોઇ અભિમાનની કોઇકેડી કદીય પકડાય
... ...એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
મળેલ માનવદેહને પવિત્રરાહની કેડી મળી,જ્યાં વડીલના આશીર્વાદ મળી જાય
પ્રદીપ રમાની વ્હાલી દીકરી દીપલના પતિદેવ થયા,પાવનરાહે જીવન જીવીજાય
ભાઈ રવિ સંગે હિમાભાભી પણહરખાય,વ્હાલા વીર,વેદ ફોઈને જોઇ રાજી થાય
સંત જલાસાંઇની કૃપા થાય દીપલ નિશીતકુમાર પર,પવિત્રરાહે પેઢીને લઈ જાય
........એવા વહાલા નિશીતકુમાર અમારી દીકરી દીપલના પતિદેવથી ઓળખાય.
==============================================================
અમારા વ્હાલા જમાઈ નિશીતકુમારનો આજે જન્મદીવસ છે તે પ્રસંગની યાદ
રૂપે આ કાવ્ય લખી મારી દીકરી દીપલના તરફથી તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ સંગે પરિવાર તરફથી સપ્રેમ ભેંટ. તા ૩૦/૧૦/૨૦૧૮
=============================================================
September 28th 2018
. .ચી.કનિષ્કાનો જન્મદીવસ
તાઃ૨૮/૯/૨૦૧૮ (૨૮/૯/૨૦૧૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ પપ્પામમ્મીનો તેને,જે ઉજવળ ભક્તિ આપી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
આજકાલનો સંબંધ સાચવતી દીકરી,આજે છવર્ષની થતી જાય
જીગ્નેશભાઈના આશિર્વાદ મળે,એ કનિષ્કા નામથી ઓળખાય
મમ્મી અર્પીતાનો પ્રેમ મળ્યો,જે જીવને પવિત્રરાહેજ દોરી જાય
શ્રીવિનુદાદાને અનંત આનંદ થાય,સંગે મીનાબા પણ હરખાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
નાકદી મોહ કે નામાયા અડે દીકરીને,એ જ તેના વર્તનથી દેખાય
નેહાફોઇ સંગે પરીક્ષીત ફુઆનાય,કનિષ્કાને આશિર્વાદ મળી જાય
દાદા મહેન્દ્રભાઈ પણ આવ્યા,સાથે બાલીલાબેન પણ આવી જાય
અનંત આનંદનીવર્ષા થઈ જાય,જ્યાં મંદીરમાં જન્મદીવસ ઉજવાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
પરમપ્રેમ મળે અવનીપર દેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મેળવાય
સુખશાંંતિના વાદળ વરસતા જીવનમાં,પવિત્ર પ્રેમ પણ મળી જાય
પ્રદીપદાદા સંગે રમાદાદી આવ્યા,જ્યાં નિર્મળ જન્મદીવસ ઉજવાય
શ્રી સ્વામીનારાયણને પ્રાર્થના કરી,કનિષ્કા સુખી જીવન પામી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
============================================================
ચી.કનિષ્કાના જન્મદીવસ નીમિત્તે શ્રી સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરી
વિનંતી કરીએ છીએ કે તે જીવનમાં પવિત્રરાહ મેળવી ભણતર અને ભક્તિના સંગે
ઉજવળ જીવન જીવી જાય જે તેના માબાપ,બાદાદા અને સગા સંબંધીઓને શાંંતિ
આપે તે ભાવનાથી આ કાવ્ય તેને સપ્રેમ યાદ રૂપે ભેટ આપવામાં આવે છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમાના પરિવાર સહિત જય શ્રી સ્વામીનારાયણ.
============================================================
August 25th 2018
. .ચીં.રવિનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૧૮ (૨૫/૮/૧૯૮૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધાકૃષ્ણની ચીંધેલ પવિત્રરાહે જીવતા,હિમા રવિને સુખશાંંન્તિ મળી જાય
પરમાત્માની પરમકૃપા વર્ષે,જ્યાં સંબંધીઓના પ્રેમથી જન્મદીવસ ઉજવાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
કુળદેવી માતા કાળકાની કૃપા મળી,એજ સત્કર્મના માર્ગે જીવને દોરી જાય
ભણતરની પવિત્રરાહે માતાસરસ્વતીની પાવનકૃપાએ લાયકાત મેળવાઈ જાય
મોહમાયાનો માર્ગ મુકીને જીવનજીવતા,પત્નીહિમાનો સંગાથ પણ મળી જાય
અતિ આનંદ અમને મળ્યો સંતાનનો,જે મળેલ જીવનને સંતોષ આપી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,સન્માન સંગે વિધ્યાર્થીઓને પ્રેરી જાય
ઉજવળરાહ મળી સંત જલાસાંઇ કૃપાએ,જે પ્રેમાળ પત્નીના સંગે સમજાય
પવિત્રજીવોનો સંગ મળ્યો ચીંં.રવિહીમાને,જે સંતાન વીર,વેદથી ઓળખાય
શ્રધ્ધાપ્રેમનો સંગ રાખીને રહેતા સંતાનપર,માબાપના આશિર્વાદ મળી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
=============================================================
પ્રદીપ અને રમાના વ્હાલા સંતાન રવિનો આજે જન્મ દીવસ છે.તે પવિત્રદીનની
યાદ રૂપે માતા સરસ્વતીની કૃપાએ આ કાવ્ય અમારા વ્હાલા રવિને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ,જય સાંઈરામ.
August 1st 2018
પ્રેમી આગમન
હ્યુસ્ટન તાઃ૧/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહની કેડી મળી અમીતને,એ પિતા સુરેશભાઈનો નિખાલસપ્રેમ કહેવાય
પવિત્ર જીવન પકડી ચાલતા જીવનમાં,માતા પ્રફુલાબેનના આશીર્વાદ મળી જાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
મળ્યો ભરતકાકાનો પ્રેમ દુબઈમાં,સંગે નીલાકાકીનો અંતરથી પ્રેમ જ મળી જાય
પ્રેમનીગંગા જીવનમાં વહેતી રાખતા અમીતને,પત્ની નેહાનો સાથપણ મળી જાય
ભરતકાકાની લાડલી દીકરી હિમાને મળવા,પ્રેમ સંગે દુબઈથી હ્યુસ્ટન આવીજાય
સંસારની શીતળરાહ મળી વડીલના આશિર્વાદથી,જે સરળજીવન પણ આપીજાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
પકડીહાથ પત્ની નેહાનો દુબઈથી અમીત,બહેનહિમાને મળવા હ્યુસ્ટન આવી જાય
સંગે આવેલ દિકરા આર્યનનો જીવ હરખાયો,ફોઇના મોટાદીકરા વીરને ભેંટી જાય
દોડી આવ્યો નાનો દીકરો શોર્ય,પ્રેમથી વીરના નાના ભાઈ વેદને વ્હાલ કરી જાય
રવિકુમારને આનંદ અનેરો,જે પત્ની હિમાના કાકાના દીકરા અમીતને ઘુમાવી જાય
.......પ્રભુ કૃપાએ સંસારમાં કુટુંબની મહેંક પ્રસરતા,જીવનમાં સુખશાંન્તિ મેળવાય.
=============================================================
May 20th 2018
. .માબાપનો દીવસ
તાઃ૨૦/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે માબાપનો સ્નેહાળ પ્રેમ કહેવાય
માનવદેહનો સંબંધ છે જીવને,જે કર્મના બંધનથી મળતો જ જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
સમયની સંગે ચાલતા સંતાન,જગતમાં કળીયુગની માયામાં ફસાય
જગતમાં પ્રસરતી માયાના સંગે,માબાપને ઘરડાઘરમાં છોડી જાય
મળેલમોહના સ્પર્શથી જીવનમાં,માતાપિતાને ના કોઇ મદદ થાય
દેખાવની દુનીયામાં ફરતા સંતાનથી,ના કદી આશીર્વાદ મેળવાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
પવિત્રભુમી ભારતથી અભિમાનસંગે,પરદેશમાં દેખાવમાં ફસાઈ જાય
મોહમાયાનો સંગ થતા જીવનમાં,હાયબાયના શબ્દનો સંગ મળીજાય
ઉંમરનો સંગ થતા માબાપને સમયઅડતા,દેહનેઅશક્તિ મળતી જાય
ફાધરડે ને મધરડે ના દીવસે દેખાવ કરવા,હોટલમાંજ ખવડાવી જાય
.......એ લીલા પરમાત્માની,જીવને જન્મ મરણના સંબંધ આપી જાય.
=========================================================
February 12th 2018
. .મહા શિવરાત્રી
તાઃ૧૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ શ્રી ભોલેનાથ,જગતમાં અજબ શક્તિશાળી કહેવાય
પવિત્ર ગંગાનુ આગમન ભારતમાં હિમાલયપર કરી,પવિત્રજળ આપી જાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
ૐ નમઃ શિવાયના સ્મરણ સંગે,શિવલીંગ પર શ્રધ્ધાએ દુધ અર્ચના કરાય
મહા શિવરાત્રી એ શંકર ભગવાનનો,અવનીપર પ્રાગટ્ય દીનથી ઓળખાય
વંદન કરી પ્રાર્થના કરતા પિતા ભોલેનાથની,જીવ પર પાવનકૃપા થઈ જાય
અજબકૃપા મળે માતાપિતાની જીવને,જે માપાર્વતી પિતાભોલેનાથ કહેવાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાસંગે પગે લાગીને વંદન કરતા,પ્રદીપ,રમાને સુખશાંંન્તિનો અનુભવ થાય
ભક્તિમાર્ગે જીવન જીવતા કૃપાએ,સંતાનને નિર્મળ પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પિતાશિવજીની સંગે માપાર્વતીની,જગતપર અનેક નામે ઓળખાય
એ પવિત્રદીવસ છે મહાશિવરાત્રી જગતપર,જ્યાં પિતાનુ શ્રધ્ધાએ પુંજન થાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
***********************************************************