June 10th 2011

કેમ નીકળાય

                      કેમ નીકળાય

તાઃ૧૦/૬/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી શાણપણથી,જે દેહને બચાવી જાય
આડીઅવળી કેડીથી જગમાં,શ્રધ્ધાએ ખસી જવાય
                   …………સમજણ સાચી શાણપણથી.
મળતી કેડી બાળપણમાં,જે મા પ્રેમથી મળી જાય
ઉજ્વળજીવનની દોરદીઠી,ત્યાં દુઃખદુર ભાગીજાય
આશીર્વાદની એક ટકોરથી,દુઃખના ડુંગર દુર જાય
સમજણશક્તિ ને શાંન્તિએ,સુખસંતોષ મળી જાય
                    …………સમજણ સાચી શાણપણથી.
ટકોર મળતી નાનીજ જીવનમાં,જ્યાં ઉભરો દેખાય
સાચવી લેતાં સમયની કેડી,વ્યાધીઓથી નીકળાય
ઉજ્વળતાની રાહમળે,જ્યાં જીવે પ્રભુકૃપા મેળવાય
દેહની વ્યાધી દુરજ જાય,ને પાવનજન્મ થઈ જાય
                      ……….સમજણ સાચી શાણપણથી.

++++++++++++++++++++++++++++++==

June 8th 2011

અહંમ,અભિમાન

                         અહંમ,અભિમાન

તાઃ૮/૬/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

બે શબ્દ જ્યાં બોલતો થયો,ત્યાં થઈ ગ્યું મારું સન્માન
પાણીના પરપોટાજેમ,ત્યાં મળ્યુ મને અહંમ અભિમાન
                       …………બે શબ્દ જ્યાં બોલતો થયો.
મહેનત કરતો જોઇબીજાની,ત્યાં થોડી સમજ પડી ગઈ
એક લીટીને પુરી કરતાં કરતાં તો,ત્રણ ભુલ કરતો ભઈ
સમજ થોડી બારણેઆવી,ત્યાં થોડી પપુડી વાગતીથઈ
અહંમ અભિમાનની ચાદર ઓઢતાંજ,બુધ્ધી ભાગી ગઈ
                         ………..બે શબ્દ જ્યાં બોલતો થયો.
કુદરત કેરા ન્યાયમાં તો,નિર્મળતા સાચવી લેજો અહીં
મોહમાયાતો દુર ફેંકતાજ,મળશે જલાસાંઇની કૃપા ભઈ
ના અહંમ તોડશે મગજ તમારું,ને અભિમાન રહેશે દુર
જીવન તમારું ધન્ય થશેજ,ને સૌનો પ્રેમ મળશે ભરપુર
                       ………… બે શબ્દ જ્યાં બોલતો થયો.

=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=

June 5th 2011

નીતરતી આંખો

                    નીતરતી આંખો

તાઃ૫/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નૈન નીતરતા આંખમાં પાણી,ના કોઇથી જોવાય
અંતરની એ કલમન્યારી,ના કોઇથીય એ છોડાય
                 ………..નૈન નીતરતા આંખમાં પાણી.
કદીક ખુશી દે કદીક દુઃખ,દેહને જેની જગતમાં ભુખ
બાળપણ ઘડપણ સંગેલાગે,મળીજાય જીવનમાં સુખ
કુદરતની આ રીત છે ન્યારી,જીવના દેહને એદેનારી
બાથમાં લેતા એ મળનારી,આંખોથી એ નીતરવાની
                  ………..નૈન નીતરતા આંખમાં પાણી.
પ્રભુ સ્મરણની રીત અનોખી,મનને શાંન્તિ એ દેનારી
બંધઆંખે ભક્તિકરતાં,મનને ભાવના સાચી મળનારી
તિલક,અર્ચન કરતાંજલાને,જીવનઉજ્વળ કરી જવાને
સાંઇનામની ધુન સાંભળતા,મુક્તિ માર્ગ મળી જવાનો
                   …………નૈન નીતરતા આંખમાં પાણી.

***********************************

June 5th 2011

કદર

                           કદર

તાઃ૫/૬/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવી કદર બગલમાં,નાજુક એ સહેવાય
મિત્રતાના પાવનપગલે,દેહે નિર્મળતાજ લેવાય
                 ……….ક્યાંથી આવી કદર બગલમાં.
દેહથી કરેલ કામ જગતમાં,પરિણામોથી જ દેખાય
પગલુ ભરતાં એકજ આગળ,સમજણ મળતી જાય
માગણી એ તો ભીખ જગતમાં,જ્યાં હાથ પ્રસારાય
મળી જાય ના માગે દેહે,એ જ સાચી કદર કહેવાય
                 ………..ક્યાંથી આવી કદર બગલમાં.
સંતાનોનો નિર્મળ પ્રેમ મળે,જે વર્તનથી મળી જાય
લાગણી,મોહ,માયાને મુકતાં,અતિ આનંદ થઈ જાય
સ્નેહની સાંકળ ન્યારી નિર્મળ,જન્મ સફળ પણ થાય
મળે જલાની કૃપા જીવનમાં,ત્યાંકદર સાચીમેળવાય
                  ……….  ક્યાંથી આવી કદર બગલમાં.

++++++++++++++++++++++++++++++

June 3rd 2011

નીસરણી

                          નીસરણી

તાઃ૩/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ પગથીયે વંદન કરતાં,મળે છે આશીર્વાદ
વડીલની મળતી શુભકામનાએ,ઝંઝટ ભાગીજાય
                      ……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
બીજે પગથીયે ભણતરલેતાં,મળે જીવનમાં સાથ
ઉજ્વળતા મળે જીવનમાં,જ્યાં મહેનતસંગે થાય
                      ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ત્રીજે પગથીયે સંસ્કાર સાચવતાં,વ્યાધી ભાગે દુર
આડીઅવળી ના વાટમળે,મળે સુખ જીવને ભરપુર
                      ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ચોથે પગથીયે ભક્તિકરતાં,આ જન્મસફળ થઈ જાય
જલાસાંઇની સાચીભક્તિએ,જીવથી મુક્તિદ્રાર ખોલાય
                        ………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
પાંચમે પગથીએ દેહના સહવાસે,કુટુંબપ્રેમ મળી જાય
સૌનો પ્રેમ અંતરથી મળતાં,દેહનાસંબંધીઓ સચવાય
                         ………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
છઠ્ઠે પગથીયે દુશ્મન આવે,પકડી વ્યાધીઓનો ભંડાર
સાચી રાહ ભક્તિનીજોતા,બારણેથીજ એ ભાગી જાય
                         ……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
સાતમે પગથીએ સ્વાર્થ મુકી,નિર્મળજીવન લેવુ સાથ
શાંન્તિ મનની સાથે રહેશે,જે જીવોમાં રહે છે પળવાર
                        ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.

===============================

May 26th 2011

નજર પડી

                          નજર પડી

તાઃ૨૬/૫/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહનો સાર્થક જન્મ થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
સફળતા પર નજર પડે,ત્યાં થતાંજ અટકી જાય
                     ………..દેહનો સાર્થક જન્મ થાય.
બંધ આંખે સ્મરણ કરતાં,જીવનમાં રાહ મળી જાય
આડી અવળી વ્યાધીઓથી,માનવદેહ ઉગરી જાય
મનને મળતી ચિંતાઓમાં,ભક્તિદ્વાર બચાવી જાય
નિર્મળતાનો પ્રવાહ મળતાંજ,આ જન્મસફળ થાય
                    ………….દેહનો સાર્થક જન્મ થાય.
સગાં સંબંધીઓનો પ્રેમ,જે દેખાવમાં ચાલતો જાય
સમજે સંબંધી સારી વાત,પણ એ જ બગાડી જાય
ભેદ નજરનો જાણે સૌ,નિર્મળ છોને એ દેખાઇ જાય
આવે જીવનમાં વ્યાધીઓ,ત્યાં નજર નડી સમજાય
                    ………… દેહનો સાર્થક જન્મ થાય.

++++++++++++++++++++++++++++++++

May 20th 2011

માણસાઇ આવી

                        માણસાઇ આવી

તાઃ૨૦/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝટપટને જ્યાં મુકી બાજુએ,ત્યાં ખટપટ બંધ થઈ
કેવી લીલા કળીયુગની,મને આજથી સમજાઇગઈ
                ………….ઝટપટને જ્યાં મુકી બાજુએ.
દીધી માયા દુર્બળને,ને મોહને લાકડી મારી દીધી
જે ચાલતા મને અટકાવે,તેને આજે ભગાડી દીધી
માયા દેતી તકલીફો મને,ને જીવને ફસાવી લેતી
શાંન્તિશોધવા મનથી મુંઝાતો,જલાસાંઇથી લીધી
                  ………..ઝટપટને જ્યાં મુકી બાજુએ.
મોહ મને વળગેલોત્યારથી,જીવને મળ્યો આજન્મ
વાતવાતમાં મન મુંઝાય ત્યાં,પળપળ દઈદે ડંખ
બચવાની ના મળતીલીટી,ના કાગળપેનથી અંત
ભક્તિસાચી ઘરમાંમળતાં,ત્યાં ભાગીગયા સૌ ભ્રમ
                  ………..ઝટપટને જ્યાં મુકી બાજુએ.

()))))))))))))))))))))))))))))))))))))))))))))))()

May 17th 2011

વિચારની કેડી

                        વિચારની કેડી

તાઃ૧૭/૫/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવને સંબધ દેહથી,મળે અવનીએ કરેલ કર્મથી
વિચારની કેડીમળે વર્તનથી,જાણીજગતમાં એભક્તિથી
                           ………..જન્મ જીવને સંબધ દેહથી.
જ્યાં વાણીવર્તનનું નાજતન,ત્યાં છે મોહમાયાનું પતન
સાચીરાહ મળતાં જીવનમાં,થઈ જાય આજીવન ઉજ્વળ
સદાસ્નેહની વર્ષા મેળવતાં,મળીજાય ડગલાં સૌ પાવન
જીવને નારહે કોઇ રામાયણ,તરીજાય ભવસાગર પળમાં
                        ………….જન્મ જીવને સંબધ દેહથી.
સદવિચારની કેડી ન્યારી,લાગે જગતમાં સૌને એપ્યારી
મળેલદેહના મનને સાંકળતાં,જીભને મળેછે અમૃતવાણી
ક્યારે મળે છે કૃપા પ્રભુની,ના જગતમાં એ કોઇએ જાણી
જન્મ સફળનીરીત આન્યારી,અવનીએ શીતળતાદેનારી
                         ………….જન્મ જીવને સંબધ દેહથી.

==================================

May 12th 2011

સરસ્વતી સંતાન

                      સરસ્વતી સંતાન

તાઃ૧૨/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમ કેરી કેડી મળતાં,મન અહીંતહીં ના ભટકાય
ઉજ્વળ ભાવના રાખી લખતાં,સૌ વાંચીને હરખાય
                         …………કલમ કેરી કેડી મળતાં.
લાયકાત મળે નામોહ માયાથી,કે દેખાવે કંઇ થાય
કલમની મીઠી કેડી ન્યારી,જે માકૃપાએજ મેળવાય
શીતળ સ્નેહ મળે સૌને,જ્યાં કલમધારી મળી જાય
ઇર્ષા આગની જ્યોત જલે,પણ નાકોઇથીય બોલાય
                           …………કલમ કેરી કેડી મળતાં.
સરસ્વતીની કૃપા સંતાનને,જે શ્રધ્ધાએજ મેળવાય
પ્રેમભાવના પકડી ચાલતાં,સ્નેહીનોસંગ મળી જાય
વાણી નિખાલસ સ્નેહ હ્રદયથી,જીવન પ્રેમાળ થાય
હસીખુશીની સંધ્યા મળતાં,સ્નેહી સંતાનો મળીજાય
                            …………કલમ કેરી કેડી મળતાં.

===============================

May 9th 2011

આ શુ?

                           આ શુ?

તાઃ૯/૨/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગ્યો મેં મોહ જગતમાં,જન્મ મળ્યો છે જ્યારે
પ્રેમની કેડીપર હું રહેતો,ન લબડી પડતો ક્યારેય
                    ………..ના માગ્યો મેં મોહ જગતાં.
ફેંકતો માયાને અંતરથી,ને લેતો ભક્તિનો સંગાથ
મળતી ત્યારે મનનેશાંન્તિ,જે મોહમાયાથીઅજાણ
                    ……….ના માગ્યો મેં મોહ જગતાં.
તારું મારુ ને કેદ કરીને,ખુલ્લાદીલે સૌને હું મળતો
નિર્મળ વાણી પ્રેમની મળતાં,માબાપને ઘેરી લેતો
                    .,………ના માગ્યો મેં મોહ જગતાં.
સહવાસની શીતળતામાણી,મળતાં સંગી્નીનોસાથ
કુટુંબ કેરી કદર જોતાંતો,લાગે જન્મસફળ મનેઆજ
                   …………ના માગ્યો મેં મોહ જગતાં.
દ્રષ્ટિ પડતાં જલાસાંઇની,પાવન શ્રધ્ધા મારી થાય
ધુપદીપ ને અર્ચનથી,આ સંતોનો રાજીપો મેળવાય
                    …………ના માગ્યો મેં મોહ જગતાં.
મળે રાહ જીવને ઉંધી,ત્યાં આ શું એમ બોલાઇ જાય
નાઅપેક્ષા રાખેલ હોય જીવે,ત્યાં વ્યાધી વોરાઇજાય
                  ………….ના માગ્યો મેં મોહ જગતાં.
પત્થર એટલા દેવ માનતાં,ના પ્રેમથી પુંજન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જીવથી પાવનકર્મ લેવાય
                    …………ના માગ્યો મેં મોહ જગતાં.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

« Previous PageNext Page »