September 26th 2010

સુખની શોધ

                              સુખની શોધ

તાઃ૨૬/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુષ્પ પાંદડી શીતળ એવી,અવનવી સુગંધ આપી જાય
મળતી મનનેશાંન્તિ,જે ગુલાબ,મોગરો કે કેસુડો દઇજાય
                            ………પુષ્પ પાંદડી શીતળ એવી.
લાગણી હેત એ મનથીઉભરે,ના જગે તેમાંથી છટકાય
સુખની સીધી રાહ મળે જીવને,જ્યાં ભક્તિ રાહ દેખાય
નિર્મળ મળે સંસાર દેહને,કદીના આવે ત્યાં કોઇ ઉચાટ
જીવન મહેંકે માનવીનું,ને પાંદડીએ સુગંધ પ્રસરીજાય
                             ………પુષ્પ પાંદડી શીતળ એવી.
સુખ એતો ભગવાનની લીલા,દેહ થકી એ મળી જાય
માનવ મનને મળે  મુંઝવણ,દુઃખ ક્યાંથી આવી જાય
સમજણનો સહવાસ શોધતાં,માનવ જીવન પુર્ણ થાય
સુખની શોધમાંજ કાયમ રહેતાં,માનવતા ચાલી જાય
                           ………પુષ્પ પાંદડી શીતળ એવી.

+++++++++++++++++++++++++++++++

September 25th 2010

શું કરું?

                            શું કરુ?

તાઃ૨૫/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગઇ માયાની સોટી,ટેકો સમજી ઝાલી લીધી
ડગલુ ભરતાં એક ના સમજાઇ,બીજે ટપલી ખાધી
                        ……… મળી ગઇ માયાની સોટી.
કુદરતની આ કળા છે એવી,કળીયુગમાં મળી જાય
મનનીવાત મનમાંરહેતાં,ના કોઇથીએ કળી શકાય
સમજણ સીધી દુરજ રહેતાં,અધમ પધમ થઇજાય
વાતચીતની મુડી ખોતાં,મન મારું ઘરમાં અકળાય
                     …………મળી ગઇ માયાની સોટી.
જીવની જ્યોતને માણવા,ના કડી કોઇથી મેળવાય
અકળામણ જ્યાં આવે આંગણે,જીવન બગડી જાય
શું કરું શું કરુંની વિટંમણામાં,ભવ પણ ભડકી જાય
શાંન્ત મને વિચારકરતાં,અંતે ભક્તિપ્રેમ મેળવાય
                     ……… મળી ગઇ માયાની સોટી.

=============================

September 17th 2010

મનની વાત

                             મનની વાત

તાઃ૧૭/૯/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતો વાત અજબની ભઇ,ના સમજાય જગતમાં અહીં
કેવી કરુણાસાગરની આ લીલા,દેહને ક્યારેક દઇદે પીડા
                             ……….આ તો વાત અજબની ભઇ.
સહવાસ અને સંગાથનો સંગ,લાવે જીવનમાં એ ઉમંગ
મળે મનને શાંન્તિ ત્યારે,લાવે જીવનમાં સુખ એ સાથે
અનેરો ઉભરો આવે જીવનમાં,મનને લાગે એજ પહેલો
વાતમનની કહેવાજેવી,આવે મિત્રો લઇને પ્રેમનીથેલી
                            ……….આ તો વાત અજબની ભઇ.
અભિમાનમાં આળસઆવે,જીવનમાં એકલતા એ લાવે
સુખદુઃખની છે વહેંચણીએવી,માનવતાએ જીવવાજેવી
રહીજાય જ્યાં વાત મનનીમનમાં,દઇ જાય એ ભીતી
ના અણસાર ઉજ્વળતાનો,ને વેડફાય આ માનવજન્મ
                          ………..આ તો વાત અજબની ભઇ. 

==============================

September 5th 2010

સંસ્કારી જીવન

                        સંસ્કારી જીવન

તાઃ૫/૯/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
                            ………માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
                           ……… માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
આશીર્વાદ મળતાં વડીલના,તકલીફો સૌ ભાગી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતાં,જીવ પર પ્રભુ કૃપા થઇ જાય
સંસ્કારી જીવન જીવતાંતો,આ જન્મ સફળ પણ થાય
                            ……….માબાપથી મળતા સંસ્કારે.

==============================

September 4th 2010

જીવની જરૂરીયાત

                  જીવની જરૂરીયાત

તાઃ૪/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળીજતાં,જન્મ સાર્થક કરી જવાય
                         ………પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
                         ……….પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
સાચો પ્રેમ અને મળે સાથ,ત્યાં પગથીયા પ્રેમે ચઢાય
માગતાપહેલાં મળેમાગણી,એ જીવના સંસ્કાર કહેવાય
મન કર્મ વચન ને સાચવતાં,સૌ કામ સરળ થઇ જાય
                         ………..પાપાપગલી ચાલતા દેહને.
ધડપણ આવે બારણે,ત્યા જરૂરીયાત દેહની વધી જાય
બાળપણ ને ધડપણ સરખા,એ તો ટેકાથી દેહને દેખાય
માયા છોડવા જીવની,ભક્તિ સાચી જરૂરીયાત કહેવાય
મળે કૃપા પ્રભુની જીવને,ત્યાં પુરી જરૂરીયાતો થઇ જાય
                           ……….પાપાપગલી ચાલતા દેહને.

=============================

September 2nd 2010

સદબુધ્ધિ

                             સદબુધ્ધિ

તાઃ૨/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદબુધ્ધિની સોટી પડતાંજ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તેમળી જાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ મળી જાય
નાટેકાની કોઇ જરૂરપડે દેહને,જ્યાં કૃપા પ્રભુની થાય
ઉજ્વળ જીવન બની રહે,ને જીવ મુક્તિ એ જ દોરાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
કુબુધ્ધિ આવે જો ઓટલે,તો ખેદાન મેદાન થઇ જાય
સમજ ના પડે માનવીને,જે દુષ્ટ મતીએ  દોરી જાય
સમજણનો સહવાસ મળે,ત્યાં જન્મ સફળ થઇ જાય
પળેપળને સાચવીચાલતાં,ના ખાડોખબડો મળી જાય
                         ……….સદબુધ્ધિની સોટી વાગતાં.

===============================

August 29th 2010

ચિંતા આવી

                             ચિંતા આવી

તાઃ૨૯/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં કોઇ મળતુ નથી,કે કોઇ કેમ માનતુંય નથી
આ ક્યાંથી આવી ચિંતા,જેનેજગે કોઇ માગતુ નથી
                          …………જગમાં કોઇ મળતુ નથી.
સરળ ચાલતી ગાડી જીવનની,ખટક  ખટક ખટકાય
શબ્દો સરળતા છોડી દેતાં,માન અપમાન અથડાય
જમણા હાથને મળે સહારો,ત્યાં ડાબો હાથ લબડાય
આવે આંગણે બંધન છોડી,દેહને ચિંતાઓ ઘેરી જાય
                            ………..જગમાં કોઇ મળતુ નથી.
મૃદુ મળતો પ્રેમ નિરાળો,આજે એકદમ ઉભરાઇ જાય
ડગલું સીધુ માંડતા દેહ,વિટંમણાઓમાં લબદાઇ જાય
ધરમ કરતાં ધાડ પડે,જેને કળીયુગમાં લફરાં કહેવાય
કૃપાની દોરી દુર જ રહે,જ્યાં જીવે આચમન બદલાય
                               ……….જગમાં કોઇ મળતુ નથી.

++++++++++++++++++++++++++++++++

August 27th 2010

જ્ઞાન અજ્ઞાન

                               જ્ઞાન અજ્ઞાન

તાઃ૨૭/૮/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય
મળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય
                         ………જન્મ મળેલ જીવને જગતમાં.
મળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય
પ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય
માનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય
સદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય
                      ………..જન્મ મળેલ જીવને જગતમાં.
કળીયુગની આ કેડી પર તો,જ્યાં ત્યાં દેખાવ મળી રહે
મળે આશિર્વાદ ને સાચો પ્રેમ,જે જન્મ સાર્થક કરી શકે
અજ્ઞાનીના આ ભંડારમાં,જો માનવ ભુલથી પડી ગયો
જન્મો જન્મના બંધન વળગે,નાઆરો  જીવને મળી રહે
                       ……….જન્મ મળેલ જીવને જગતમાં.
મંદીર ખોલતા ભીખ માગતો,દાન નો ડબલો ધરી રહે
પત્થરને પરમાત્મા બનાવી,અજ્ઞાનીઓ સૌ ફરી વળે
સૃષ્ટિનાકર્તાને કળીયુગમાં,ભક્તોએ ભીખમાગતા કર્યા
જ્ઞાનઅજ્ઞાનની દ્રષ્ટિ દઇ,જગમાં જીવનેરાખ્યા ભમતા
                        ………જન્મ મળેલ જીવને જગતમાં.

+++++++++++++++++++++++++++++++++=

August 26th 2010

અનુભવ

                              અનુભવ

તાઃ૨૬/૮/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ ગંગા વહે જીવનમાં,જ્યાં સફળતા મળી જાય
મળે સહવાસ અનુભવીનો,ત્યાં કામ સરળ થઇ જાય
                          ……….સરળ ગંગા વહે જીવનમાં.
પાપા પગલી કરતુ બાળક,આંગળી પકડી ચાલીજાય
છુટી જાય જો આંગળી ટેકો,તો એ તરત ગબડી જાય
જીવનજીવવા માનવીને,જગતમાં કામ વળગી જાય
ખંતથી  કરતા કામમાં,ધીરજથી સફળતા મળી જાય
                        ………..સરળ ગંગા વહે જીવનમાં.
કલમની કેડી પુર્ણકરી,મહેનતની ઇમારત ચઢી જાય
ડગલું ભરતાં સાચવે જીવનમાં,સધ્ધરતા મળી જાય
અનુભવીનો સંગાથ મળે ત્યાંતો,કામ સરળ થઇજાય
જ્ઞાન જીવનમાં મળીજાય,જે અનુભવીથીજ મેળવાય
                        ………..સરળ ગંગા વહે જીવનમાં.

+++++++++++++++++++++++++++

August 23rd 2010

પ્રેમની ચાદર

                        પ્રેમની ચાદર

તાઃ૨૩/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જીવની સફળ ચાવી,એક કેડી એ જ પકડાય
મળીજાય જ્યાં પ્રેમની ચાદર,જન્મ સફળ થઇ જાય
                      ………..જગત જીવની સફળ ચાવી.
દેહ મળતાં જીવને જગતમાં,જન્મ દેનાર છે હરખાય
બાળ દેહને જોતાં માબાપને,હૈયે અનંત આનંદ થાય
મળે પ્રેમ સહવાસીનો દેહને,ત્યાં મળી જાય આધાર
ઉજ્વળ જન્મ જોઇ લેતાં જ,પ્રભુ કૃપા મળી કહેવાય
                        ……….જગત જીવની સફળ ચાવી.
બંધન દેહના કર્મબને,જીવને અવનીએ લાવી જાય
પ્રેમ જગતમાં મળેદેહને,જે જન્મની ચાદરે લપટાય
મળે પ્રભુના પ્રેમની ચાદર,આધી વ્યાધી ટળી જાય
મુક્તિ પામે જીવ દેહથી,જગત નિરાકાર મળી જાય
                      ………. જગત જીવની સફળ ચાવી.

#############################

« Previous PageNext Page »