July 26th 2009
અજાણી શાંન્તિ
તાઃ૨૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ શાંન્તિ શોધતા જગમાં,મળી ગઇ અશાંન્તિ
ક્યાંથી ક્યાં શોધી તમે ને, ત્યાં બની ગઇ અજાણી
……….શાંન્તિ શાંન્તિ શોધતા.
લીધી લાકડી માયાની,ને શોધવા નીકળ્યા શાંન્તિ
અહીં મળે કે તહીં મળે,ના જગમાં કોઇએ તે જાણી
મોહ માયાના મણકા જોઇ,ગણવા હાથમાંમેં લીધા
એક પકડતા બીજા છુટે,નેના હાથમાં એકેય રહેતા
……….શાંન્તિ શાંન્તિ શોધતા.
ના કોઇને એ મળી રહે,કે ના કોઇથી છેએ અજાણી
મારી મારીની માયામાં,એ તો દુર ચાલી જ જાતી
મનથીશોધી કે તનથી,ના માનવીએ નીરખી કાળે
આવે શાંન્તિ દોડી આજે, જ્યાં ભક્તિ જીવને લાગે
……….શાંન્તિ શાંન્તિ શોધતા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 26th 2009
કામનુ વળતર
તાઃ૨૫/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરવા મારે કામ જગમાં, ના મળે જેમાં કોઇ દામ
પ્રેમ ભાવના મળી રહે,ને પાવન જન્મ થઇ જાય
……..કરવા મારે કામ જગમાં.
લકીર નાદીઠી તકદીરની,નામાનવીથી સમજાય
જીવનના સોપાન કેટલા, ને કેવી રીતે એ ચઢાય
માનવમનની સમજ કેવી,નાકોઇથી જગે કહેવાય
લટકીચાલે આધારને જે,માંડીશકે ના પગલાંચાર
……..કરવા મારે કામ જગમાં.
એકલ હાથે જગને જીતવા, પ્રેમ પ્રભુનો લઇ લેવો
મળશે જ્યાં માનવતા હૈયે,સાચુસગપણ મળી જશે
આધારનો ના અણસાર રહે, ને ના રહેશે કોઇ કામ
ઉજ્વળ જીવન થઇ જશે ને,જન્મ સફળ પણ થાય
……..કરવા મારે કામ જગમાં.
===============================
July 24th 2009
ભવના બંધન
તાઃ૨૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદર પ્રેમના બંધન લાવે છે જીવના સગપણ
કુદરતની અજબછે લીલા ના તેમાં કોઇ અંતર
…….સુંદર પ્રેમના બંધન.
જીવ જગતને અનોખા બંધન પ્રેમતાંતણે આવે
ભક્તિ ભાવને શ્રધ્ધા જે જીવને મુક્તિ એ લાવે
અંતરનીઅભિલાષા નાબાકી જે અવનીએ લાવે
મળી જાય સંતોષ જીવને પરમાત્મા દીસે ત્યારે
…….સુંદર પ્રેમના બંધન.
સ્વપ્ન ને સાકારતાને જીવ જ્યાં ઝડપીને ચાલે
મનમાં નારહે કોઇ આશા ને નિરાશાતો દુરભાગે
પ્રભુચરણ ને સ્મરણ પ્રભુનુ ઉજ્વળ જીવન લાવે
સાચીશ્રધ્ધા શાંન્તિજીવે ત્યાંભવના બંધના ભાગે
…….સુંદર પ્રેમના બંધન.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 22nd 2009
ગુજરાત
તાઃ૨૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુણલાં ગાતા ભક્તોના ભઇ મન સદા હરખાય
પ્રેમનીપાવક જ્વાળામળતા મનડાં છે મલકાય
ઉજ્વળતાનોસહવાસ મળેને જીવનપણ મહેંકાય
માનવતાની મહેંક મળે ત્યાં ગુજરાતી મળીજાય
જગતમાં ઉજળાનામરાખી કરતાં પ્રેમે સૌનાકામ
એકમેકના હાથ મેળવી સફળતા સુધી લઇ જાય
કદીક માયાવળગે કાયાને તુરત દુર ભાગી જાય
એવા અમે ગુજરાતી જગમાંઉત્તમ જીવીજ જાય
રાત દિવસનો નાભેદરહે ને પ્રેમ સદા વહીજાય
આંગણે આવેલ જીવને સદા મહેંક દેખાઇ જાય
ના ના કરતાં પ્રેમમળે નાજેની અપેક્ષા રખાય
પાવનઆંગણાંગુજરાતીઓના ભક્તિએથઇજાય
તન અને મનનો મેળસદા જીવનમાં સાથેરાખે
કોણ કેટલુ દઇ જાય ના સમજ કોઇને કંઇ આવે
પ્રાણી માત્રની ભાવનામીઠી જીવને જીતી જાય
મળી જાય માનવતાજ્યાં ગુજરાતી દેખાઇજાય.
==============================
July 18th 2009
કુદરતની કરામત
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના સમજે જન્મ ધારી, કેવી છે કુદરતની કરામત.
ક્યારેઆવે જીવનેતેડુ,ને ક્યારે અવનીએઅવતરણ
મળશે માયા સાથે મોહ, જીવ માત્ર જોશે જ્યાં દેહ
સંબંધતણી સાંકળ જોડીને,કરશે જીવનીએમરામત
………ના સમજે જન્મધારી.
મારી મમતા કાયાની,વળગીજાય જીવનેએ માયાથી
કોણ ક્યારે અહીં મળી જશે,ને કોણ જીવને તારી જશે
ના અણસાર જીવ મેળવી શકે,ના જગે કોઇ રોકી શકે
ઉજ્વળજીવનપ્રભુભક્તિથી,જીવજગતપર રહેસલામત
………ના સમજે જન્મધારી.
આધી આવે ને વ્યાધી જાય,ના કોઇથી ક્યારે કળાય
મળશેમાયા જન્મેકાયાને,નેમળશે પ્રીતપ્રભુ ભક્તિથી
સાચીસમજણ નાશોધવી,જ્યાંદોરીમળે શીવશક્તિની
તુટીજાય લેણદેણની જેલ,આવે જગતપરપ્રેમનાવ્હેણ
………ના સમજે જન્મધારી.
###################################
July 17th 2009
ભેદભાવ
તાઃ૧૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ દ્રષ્ટિ પડી જાય,ને આનંદ હૈયે થાય
મહેંક મળે જીવનમાં,ત્યાં મન સદા મલકાય
પ્રેમ પારખી લેતા જગે, ના ભેદભાવ દેખાય
સરળતા જીવનમાંવહે,ને નિર્મળ જીવનથાય
…….નિર્મળ દ્રષ્ટિ પડી.
કૃપા પ્રભુની મળી જાય,ને સ્નેહરહે મનમાંય
ભક્ત તણા પોકાર સુણીને, દયા કરે કરતાર
સૂષ્ટિનોસહવાસમળે ત્યાં,ના ભેદભાવ દેખાય
આવેપ્રેમ ને સ્પર્શેસ્નેહ,સદારહેજીવનમાં પ્રેમ
……..નિર્મળ દ્રષ્ટિ પડી.
મનનેમળેલ સ્નેહપ્રેમથી,જીવને શાંન્તિ થાય
અવની આગમને જીવને ,ના વ્યાધિ દેખાય
સુંદરતાનાસહવાસમાં,જીવને નારહે ભેદભાવ
મળીજાય સાથ સૌનો,ત્યાં પવિત્ર જન્મ થાય
……. નિર્મળ દ્રષ્ટિ પડી.
—————————————-.
July 14th 2009
મીઠુ
તાઃ૧૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠુ સાંભળી મલકે મન, ને આનંદે ઉભરાય
મીઠુ પડતાં વધાર ખાવામાં,ના કોઇ તેને ખાય
……મીઠુ સાંભળી મલકે.
શબ્દ જગતના માનવીને,જીભ સાચવે પળવાર
આવે પ્રેમ ને દોડે સ્નેહ, કેવી કુદરત છે કહેવાય
એકમેકની સાંકળ ગાંઠે,ને ઉકલે કામપણ અપાર
વાણીની આ રીત વ્યાજબી,સમજે તે તરી જાય
…….મીઠુ સાંભળી મલકે.
સ્વાદ દેહને રહે સદાયે, જ્યાં અન્ન મળે અપાર
મુકતામોંમાં આનંદમળે,નામીઠુહોય જ્યાંવધાર
મન મુકીને હેત વરસે,સ્વાદનો દેહે છે સથવાર
મીઠુ વધાર પડી જતાં,સૌ ત્યજે અન્ન પળવાર
……. મીઠુ સાંભળી મલકે.
અતિ મીઠુ નાસદે દેહે,તેમ નાઅતિ મીઠીભાષા
બન્ને વચ્ચે સુંદર મેળ,જો મળે તમને હદમાંય
ના મીઠુ માગવુ પડે,જ્યાં જરુર જેટલુ લેવાય
મીઠીવાણી મળેવધુ ત્યાં,ઘરબાર પણ ત્યજાય
…… મીઠુ સાંભળી મલકે.
+++++++++++++++++++++++++++++
July 10th 2009
ચિંતા,ચતુરાઇ
તાઃ૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કામની જગમાં મળે છે જ્યાં વધાઇ
રહે ચિંતા ના મનમાં રહે છે જ્યાં ચતુરાઇ
……કરેલ કામની જગમાં.
ડગલુ માંડતા જગમાં વાગે છે સૃષ્ટિની શરણાઇ
મન અને માનવતામાં જીંદગી જાય છે વણાઇ
કરેલ કામ દીપી ઉઠે જ્યાં છે માનવતા મહેંકાઇ
મળતી મમતાનેમાયા ત્યાંકાયાની કિંમતજણાઇ
……કરેલ કામની જગમાં.
ચિંતાનો પડદો નિરાળો સાથે એ કાયમ રહેનારો
બુધ્ધિના વાદળ ઘેરા જે બને તેમાં છે સથવારો
લાગણીલાગે મનથી સફળતાનીસીડી ત્યાંમળશે
ચતુરાઇને આગળ રાખતાં સીધ્ધી સાથે જ રહેશે
……કરેલ કામની જગમાં.
કરુણા સાગરની દ્રષ્ટિ જગત જીવને છે એ નિરખે
સાથે ચાલે ભઇ બુધ્ધિ જ્યાં કૃપા રહે પ્રભુજીની
છુટે માયા કાયા ના બંધન ને ચિંતા ચાલે નેવે
આવે સફળતા આંગણે જ્યાં ચતુરાઇ સંગે હાલે
……કરેલ કામની જગમાં.
====================================
June 28th 2009
જીવ અને જગત
તાઃ૨૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પ્રભુની કેવી, ના જાણી શકે જીવ એવી
મળી જાય જગમાંહી,ના કહી શકાય એ કેવી
…….કૃપા પ્રભુની એવી.
માયા મળે એ જીવને જાણે મળે જીવે પહેલી
ભક્તિ ભાવ જ્યાં આવે ત્યાં લાવે જીવે હેલી
મંદમંદ લહેરમાં વરસેપ્રેમ ને આશીશ અનેરી
જગત અને જીવની એ અદભુત બનેછે સ્નેહી
…….કૃપા પ્રભુની કેવી.
મુક્તિના જ્યાં દ્વાર ખુલે ત્યાં આવે જીવે શાંન્તિ
ભક્તિનો સથવારો મળેત્યાંનાકરવીકોઇ વિનંતી
સંસારની સઘળી માયા જે વળગી જીવને ચાલે
છુટીજાય એ પળમાંજગે જ્યાં સાચીભક્તિ આવે
…….કૃપા પ્રભુની કેવી.
+++++++++++++++++++++++++++++=
June 25th 2009
માનવીનુ પાણી
તાઃ૨૪/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કેટલા પાણીમાં એ તો સમય આવે જ સમજાય
નદી,સરોવર,સાગર કે નહેરના,ક્યારેય ના ઓળખાય
……. કોણ કેટલા પાણીમાં એ.
નિર્મળ પાણી નદીના વહે,જે માનવી પીવે જગમાંય
આનંદ અનંત હૈયામાં રહે,જ્યાં નિર્મળ સ્વભાવ થાય
કુદરતની કામણગારીલીલા,સખત અને સરળ કહેવાય
ના જુએ કિનારો કે ઓવારો,જ્યાં સાગર ઉભરાઇ જાય
……. કોણ કેટલા પાણીમાં એ.
આવે ક્યાંથી અવનીપર,જેનો જગમાં નાકોઇ અણસાર
ઝરણુ થઇને આવે ક્યાંક,તો ક્યાંક વર્ષાએ વરસી જાય
ગંગા,જમનાના પવિત્રપાણી,માનવી મેળવીને હરખાય
અંતકાળે આનંદ અનુભવે,ને જીવને પ્રભુશરણે લઇજાય
……. કોણ કેટલા પાણીમાં એ.
વહેતા પાણી સરળ લાગે, ને દેહને જગમાં દે વિસામો
ઉછળે જ્યાં અથડાઇ પત્થરને, કોઇ રોકી શકેના જગમાં
માનવ મનનુ પાણી માપવા,ના વહેણને કદી જોવાય
કુદરતની એક જ લહેરમાં,માનવીનુંપાણી મપાઇ જાય
……. કોણ કેટલા પાણીમાં એ.
++++++++++++++++++++++++++++++++++++