July 26th 2009

કામનુ વળતર

                કામનુ વળતર

તાઃ૨૫/૭/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરવા મારે કામ જગમાં, ના મળે જેમાં કોઇ દામ
પ્રેમ ભાવના મળી રહે,ને પાવન જન્મ થઇ જાય
                              ……..કરવા મારે કામ જગમાં.
લકીર નાદીઠી તકદીરની,નામાનવીથી સમજાય
જીવનના સોપાન કેટલા, ને કેવી રીતે એ ચઢાય
માનવમનની સમજ કેવી,નાકોઇથી જગે કહેવાય
લટકીચાલે  આધારને જે,માંડીશકે ના પગલાંચાર
                              ……..કરવા મારે કામ જગમાં.
એકલ  હાથે જગને જીતવા, પ્રેમ પ્રભુનો લઇ લેવો
મળશે જ્યાં માનવતા હૈયે,સાચુસગપણ મળી જશે
આધારનો ના અણસાર રહે, ને ના રહેશે કોઇ કામ
ઉજ્વળ જીવન થઇ જશે ને,જન્મ સફળ પણ થાય
                               ……..કરવા મારે કામ જગમાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment