July 20th 2009

પાર્વતીપતિ નંદેશ્વર

                  પાર્વતીપતિ નંદેશ્વર

તાઃ૮/૬/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકીઅવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
                               ……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
                               ……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને સદામળે,જ્યાં ભક્તિ પ્રેમથી હું કરુ
આશીશ માની જ્યાં મળે,ત્યાં ગજાનંદની કૃપા મળે
સૃષ્ટિ નિયંતા જગતવિહારી,કરુણા મુજપર વરસીરહે
અંત જીવનનો સાર્થક સાથે,જીવને મુક્તિ મળી જશે
                               ……. નંદીની સવારીએ આવી.

+++++++++++++++++++++++++++++++++

July 20th 2009

છેલ્લો દિવસ

                                                છેલ્લો દિવસ

તાઃ૨૭/૧૦/૨૦૦૮                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

                  જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ  તેની સાથે બંધાયેલ  છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની  અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.

                     છેલ્લો દીવસ ………….. ક્યાં નથી આવતો

#  લગ્ન થતાં દીકરીનો માબાપને ત્યાં દીકરી તરીકે નો છેલ્લો દીવસ આવે કારણ હવે તે પત્ની થઇ,પારકાની  થાપણ થઇ.

પ્રસુતીની પીડાનો છેલ્લો દીવસ એટલે બાળકનો જન્મ જે જન્મદાતાને માનુ સ્થાન મળે.

શીશુવિહારમાંથી પાસ થતાં શીશુવિહારમાં છેલ્લો દીવસ.

#  હાઇસ્કુલમાંથી પાસ થતાં હાઇસ્કુલમાં છેલ્લો દીવસ.

શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય એટલે કે અવસાન થાય તો તે શરીરમાં જીવનો છેલ્લો દીવસ.

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 20th 2009

સાહિત્ય સરીતા

                    સાહિત્ય સરીતા

તાઃ૧૯/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠીવાણી ને ઉજ્વળપ્રેમ,વહે સદા સાગરનીજેમ
મળતી અનેક પળ મીઠી,જ્યાં પ્રીત હૈયે થી દીઠી
પ્રેમ ભાવના ફરતી જ્યાં સાહિત્ય સરીતા મળતી

ના ભેદભાવની દ્રષ્ટિ કે ના કોઇ તિરસ્કારની સૃષ્ટિ
ઉભરે હેત હૈયેથી એવુ ના શબ્દેથી કંઇ કહેવા જેવું
પવિત્ર ભાવનાને નિરખી ભક્ત જલાસાંઇ હરખાય

મળી જાય જ્યાં મહારથી ત્યાં સુંદર ભાવનાફરતી
જીવ જગતમાં માનવપ્રેમ મળી રહે સદા હેમખેમ 
સ્નેહ મને સ્નેહાળોનો છે મા સરસ્વતી ના સંતાન

હ્યુસ્ટનથી નીકળી સરીતા દે શબ્દ જગતને શાંન્તિ
અભિમાનના વાદળ ઘેરે મને,છે સાચી મારીભક્તિ
સૌનો જ્યાં સહકાર રહે ત્યાં કાયમ મળે પ્રેમ દ્રષ્ટિ 

મને મળ્યો અહીં સાચોપ્રેમ શોધે મને ના જગેમળે
હૈયાના સ્પંદનને પારખી લાવ્યા મને અહીં હ્યુસ્ટન
મુક્તિના પણ દ્વાર ખુલ્યા,ને અખંડ મળીમને પ્રીત

===========================