July 20th 2009

સાહિત્ય સરીતા

                    સાહિત્ય સરીતા

તાઃ૧૯/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠીવાણી ને ઉજ્વળપ્રેમ,વહે સદા સાગરનીજેમ
મળતી અનેક પળ મીઠી,જ્યાં પ્રીત હૈયે થી દીઠી
પ્રેમ ભાવના ફરતી જ્યાં સાહિત્ય સરીતા મળતી

ના ભેદભાવની દ્રષ્ટિ કે ના કોઇ તિરસ્કારની સૃષ્ટિ
ઉભરે હેત હૈયેથી એવુ ના શબ્દેથી કંઇ કહેવા જેવું
પવિત્ર ભાવનાને નિરખી ભક્ત જલાસાંઇ હરખાય

મળી જાય જ્યાં મહારથી ત્યાં સુંદર ભાવનાફરતી
જીવ જગતમાં માનવપ્રેમ મળી રહે સદા હેમખેમ 
સ્નેહ મને સ્નેહાળોનો છે મા સરસ્વતી ના સંતાન

હ્યુસ્ટનથી નીકળી સરીતા દે શબ્દ જગતને શાંન્તિ
અભિમાનના વાદળ ઘેરે મને,છે સાચી મારીભક્તિ
સૌનો જ્યાં સહકાર રહે ત્યાં કાયમ મળે પ્રેમ દ્રષ્ટિ 

મને મળ્યો અહીં સાચોપ્રેમ શોધે મને ના જગેમળે
હૈયાના સ્પંદનને પારખી લાવ્યા મને અહીં હ્યુસ્ટન
મુક્તિના પણ દ્વાર ખુલ્યા,ને અખંડ મળીમને પ્રીત

===========================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment