July 5th 2009

માતૃભુમિની સવાર

                    માતૃભુમિની સવાર

તાઃ૫/૭/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોમળ કિરણો સુરજના મળે,ને મધુર પવન લહેરાય
પંખી કલરવ સાંભળીલેતા,રોજ ઉજ્વળ પ્રભાત થાય
જય જય હિન્દુસ્તાન જે છે,જગમાં પવિત્ર એવુ નામ
સુર્ય કિરણનો સહવાસ મળે,ત્યાં ભક્તિ ઘેર ઘેર થાય
                                 ……..કોમળ કિરણો સુરજના.
માનવી મને ઉમંગ જાગે,જ્યાં સાંભળે ઘંટારવનો નાદ
ધરતી પર જ્યાં કિરણ સ્પર્શે,ત્યાં લીલોતરી ઉભી થાય
નેત્ર તણી શીતળતા મળતા,તેજ આંખોમાં આવી જાય
શરીર મેળવે જ્યાં સ્ફુર્તી દેહે,નમનકરે પ્રભુને નશ્વરદેહે
પ્રાણીપશુ પણચાલે સાથે,જ્યાં માનવીમનથી મલકાય
કુદરતનીઅશીમ કૃપાછે માતૃભુમિ પર ના બીજે દેખાય
એવી પવિત્ર મારી માતૃભુમિની સવાર ઉજ્વળ કહેવાય.
                                 ……..કોમળ કિરણો સુરજના.
સહવાસ દિવસનો માણી લેતા,માનવી હેમખેમ દેખાય
પરસેવાથી મુક્તિ દેવા શીતળ લહેર પણ આવી જાય
પ્રેમ સ્વીકારી માનવ મનનો પરમાત્મા પણ  હરખાય
કૃપાપામતો માનવી હરપળ ઉજ્વળ જીવન જીવીજાય
પવિત્ર આધરતી જગમાંછે જ્યાં પભુ દેહધરી મલકાય
જીવ જગતમાં શાંન્તિ લેતા માતૃભુમિ પવિત્ર થઇજાય
ધેરઘેર આવે કૃપા પ્રભુની જે જીવને મુક્તિએ લઇજાય
                                ……..કોમળ કિરણો સુરજના.

+++++++++++++++++++++++++++++++++++++++

July 5th 2009

પારકુ ધન

                                પારકુ ધન

તાઃ૩૦/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અશોકભાઇની લાડલીદીપલ ને સરોજબેનની વ્હાલી
જુન ૩૦ની મંગળ સાંજે દીકરી  સંસારની રાહે ચાલી
                                ………અશોકભાઇની લાડલી.
પ્રેમ મેળવી માબાપનો,લાડલી વૈભવની એ બહેન
સુખદુઃખની આ સાંકળમાં, પ્રભુ સદા રાખે  હેમખેમ
મળતો સ્નેહ સગાવ્હાલાનો ત્યાં પ્રેમાળ જીવનથાય
ભણતરનીસીડી પકડીત્યા ઉજ્વળજીવનજીવતીજાય
                                 ……. અશોકભાઇની લાડલી.
રમેશલાલ કહે એ મારીદીકરી, દક્ષા પ્રેમે કહે અમારી
દીપલ છે એવી પ્રીતવાળી,  લાડલી સૌની થઇ ગઇ 
આશીર્વાદ રમા પણ આપે,રાખી દીપુનિશીતને સંગ
રવિનુ પણ હૈયુ હરખાય, જુએ કલ્પેનકુમાર નો પ્રેમ
                                   ……..અશોકભાઇની લાડલી.
૧૯૮૫માં માર્ચની ૨૨તારીખે,દીપલ જન્મી પેટલાદમાં
દીપલ નામ મેળવ્યુ જગત પર,ને દીપ બની પ્રકાશે
માબાપના પ્રેમની વર્ષાએ સદા જીવ આનંદે મલકાય
પ્રેમેઆશીશ પ્રદીપ દે જ્યાં દીપલ પારકુધન થવાજાય
                                     …….અશોકભાઇની લાડલી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ(ં)ૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

           ચી.દીપલ આજે વિવાહના બંધનમાં ચી.કલ્પેનકુમાર સાથે
બંધાઇ તે નિમિત્તે પુ. જલારામબાપા અને પુ. સાંઇબાબાને પ્રાર્થના
સહિત વિનંતી કે ચી.દીપલ તેના લગ્નજીવનમાં સદા સુખીરહે અને
તેનુ તથા પરિવારનું સર્વ રીતે રક્ષણ થાય તેવા આશીર્વાદ સહિત.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ
તાઃ૩૦/૬/૨૦૦૯.(હ્યુસ્ટન.)

================================

July 5th 2009

પ્રભાતમાં સ્મરણ

                પ્રભાતમાં સ્મરણ

.તાઃ૪/૭/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરસ્વતીનુ સ્મરણ કરુ ને પુંજા લક્ષ્મીજીની
ગણપતીને કરીહું વંદન,જીવની મુક્તિ માગુ.
                           …….સરસ્વતીનુ સ્મરણ કરુ.
કૃપા મળે મા સરસ્વતીની,બુધ્ધિ સુધરી જાય
ભક્તિનો સહવાસ મળે,ને પાવન જીવનથાય
મળશે જીભનેવાચા પ્રેમની આગણેસૌ હરખાય
આશીશ,પ્રેમને સ્નેહમળે જ્યાં માની પુંજાથાય
                               ……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
વરસે વર્ષા લક્ષ્મીની જ્યાં પ્રેમથી વંદન થાય
પુંજનઅર્ચન થાયમાતાના ત્યાં હેતસદાઉભરાય
કૃપામાની મળીજતાં,સાચીભક્તિએ ધનખોબાય
આંગણે આવે ના ભિક્ષુક તોય દાન પ્રેમનાથાય
                               ……..સરસ્વતીનુ સ્મરણ કરુ.
ગણપતિને વંદન કરતાં ભાગ્ય લખાવુ હું મારું 
મહેનતકરુહુ પાવનદ્વારે આવે જીવસાથે સઘળુ
લેખ લખેલા મિથ્યાથાયને મુક્તિ જીવની આવે
વિધીના વિધાન સુધરે જ્યાં ગણેશજી મલકાવે
                                ……સરસ્વતીનુ સ્મરણ કરુ.
ૐ સરસ્વત્યાય નમઃ,સુર્યોદયના સહવાસે સ્મરાય
ૐ શ્રીમ નમઃ ૐ શ્રીમ નમઃ મા લક્ષ્મીને વંદાય
ૐ ગં ગણપતયે નમઃ કરતાં જીવને આનંદ થાય
સાચીમાયા પ્રભુપ્રીતથી,જે અંતે જીવને મળીજાય
                               ……. સરસ્વતીનુ સ્મરણ કરુ.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼