July 5th 2009

માતૃભુમિની સવાર

                    માતૃભુમિની સવાર

તાઃ૫/૭/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોમળ કિરણો સુરજના મળે,ને મધુર પવન લહેરાય
પંખી કલરવ સાંભળીલેતા,રોજ ઉજ્વળ પ્રભાત થાય
જય જય હિન્દુસ્તાન જે છે,જગમાં પવિત્ર એવુ નામ
સુર્ય કિરણનો સહવાસ મળે,ત્યાં ભક્તિ ઘેર ઘેર થાય
                                 ……..કોમળ કિરણો સુરજના.
માનવી મને ઉમંગ જાગે,જ્યાં સાંભળે ઘંટારવનો નાદ
ધરતી પર જ્યાં કિરણ સ્પર્શે,ત્યાં લીલોતરી ઉભી થાય
નેત્ર તણી શીતળતા મળતા,તેજ આંખોમાં આવી જાય
શરીર મેળવે જ્યાં સ્ફુર્તી દેહે,નમનકરે પ્રભુને નશ્વરદેહે
પ્રાણીપશુ પણચાલે સાથે,જ્યાં માનવીમનથી મલકાય
કુદરતનીઅશીમ કૃપાછે માતૃભુમિ પર ના બીજે દેખાય
એવી પવિત્ર મારી માતૃભુમિની સવાર ઉજ્વળ કહેવાય.
                                 ……..કોમળ કિરણો સુરજના.
સહવાસ દિવસનો માણી લેતા,માનવી હેમખેમ દેખાય
પરસેવાથી મુક્તિ દેવા શીતળ લહેર પણ આવી જાય
પ્રેમ સ્વીકારી માનવ મનનો પરમાત્મા પણ  હરખાય
કૃપાપામતો માનવી હરપળ ઉજ્વળ જીવન જીવીજાય
પવિત્ર આધરતી જગમાંછે જ્યાં પભુ દેહધરી મલકાય
જીવ જગતમાં શાંન્તિ લેતા માતૃભુમિ પવિત્ર થઇજાય
ધેરઘેર આવે કૃપા પ્રભુની જે જીવને મુક્તિએ લઇજાય
                                ……..કોમળ કિરણો સુરજના.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment