July 7th 2009

પક્ષીની આંખ

                         પક્ષીની આંખ 

તાઃ૬/૭/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે કોયલ બેઠી કુઉ કુઉ કરતી મલકાય
શીતળતાની મહેંકમાણતી અંતરથી એ હરખાય
                              ………આંબા ડાળે કોયલ બેઠી.
કુદરતની અસીમ લીલા જોઇ મન તેનુ લલચાય
નિરખી માનવદેહને આજે હૈયે આનંદઆનંદ થાય
સ્વરની સરળતામાં એ અંતરનો પ્રેમ દર્શાઇ જાય
કોયલનીઆંખ નિરાળી કુદરતનીકૃપા નિરખીજાય
                              …….આંબા ડાળે કોયલ બેઠી.
કા કા કરતો કાગડો સંસારની સરગમ નીરખી ચાલે
જ્યાં ત્યાં ના  બોલે એ કા કા સમયને પારખી જાય
દુઃખનાધેરા વાદળ આવતાજોઇ ડાળે આવે સૌ દોડી
સુખદુઃખના સંગાથી એવા કાગનીઆંખે આવે પાણી
                                …….આંબા ડાળે કોયલ બેઠી.
પ્રભુકૃપા છે જગમાંન્યારી ના સમજે માનવી કોઇકાળે
વૃક્ષ ડાળે આવે પક્ષી જ્યારે તોય ના સમજી કંઇજાણે
ચકોર એવી આંખ પક્ષીની જે પૃથ્વી પરની લીલાદેખે
આવી આંગણે પોકાર કરે ને ભવસાગરમાં મહેક લાવે.
                                 ……….આંબા ડાળે કોયલ બેઠી.

(((((((((()))))))))))))(((((((((())))))))))((((((((()))))))))((((((((())))))))