July 4th 2009

કૃપાથી માગણી

              કૃપાથી માગણી

તાઃ૩/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બજરંગબલીથી બળ હુ માગુ,જલારામથી ભક્તિ
શ્રધ્ધા માગુ સાંઇ બાબાથી,ને જીવ માગે મુક્તિ
                                 …….બજરંગબલીથી બળ.
બળ રહે જ્યાં ભક્તિમાં, ત્યાં મર્કટ મન ના ડગે
રાખી પ્રેમ ને વિશ્વાસને,જગમાં જીવ કૃપા પામે
ડગમગભક્તિને ડગમગકાયા,મળશે જગમાંત્રાસ
આવશે આંગણે કાયરતા,ને ના રહે પ્રભુનો વાસ
                                 ……..બજરંગબલીથી બળ.
ભક્તિમાં એવી શક્તિ છે,જે જગતમાં જીવી જાય
પરમાત્માની મળે કૃપા જીવે,ભક્તિમાં થાય નામ
શ્રધ્ધારાખી રામની મનથી,ત્યાં ઉજ્વળ પંથ મળે
કુદરતને પણ નાઆરો રહે,જ્યાં ભક્તિએ જીવવળે
                                 ……..બજરંગબલીથી બળ.
કરુણાસાગર છે અવિનાશી,જીવ જગતનો છે વાસી
રાખી  પ્રેમને શ્રધ્ધા મનમાં, મુક્તિ  દેશે બલીહારી
દુઃખ સાગર ના બારણે આવે,ભક્તિથી એ ભાગે દુર
જીવને મળે પ્રેમ પ્રભુનો,નારહે જગતપર દેહનુ મુળ
                                  ……….બજરંગબલીથી બળ.

++++++++++++++++++++++++++++++++++