July 9th 2009

શ્રધ્ધાળુની શ્રધ્ધા

                        શ્રધ્ધાળુની શ્રધ્ધા

તાઃ૯/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતાં કામ જગતમાં મનથી.
               સફળતાની સહવાસ હંમેશા મળતી
એકમેકની લાગણીઓ ત્યાં મળતી,
                      જ્યાં શ્રધ્ધાળુની શ્રધ્ધા રહેતી
                                    …….કરતાં કામ જગતમાં.
મળતા જગમાં કામ અનેક
                  જ્યાં રાખીએ શ્રધ્ધા મનમાં એક
તારણહારનો મળતો ત્યાં પ્રેમ,
               જ્યાં શ્રધ્ધા સબુરીમાં રાખીએ હેત
આવે વાદળ ઉજ્વળતાના અનેક,
                   ને મળી જાય જલાસાંઇનો પ્રેમ
                                    …….કરતાં કામ જગતમાં.
ભક્તીની શક્તિ છે જગમાં નિરાળી,
               સાચા સંતોની સેવાએ  મળી જાય
મળી જાય સાચી રાહ જીવનની,
                   જે પરમાત્માની કૃપા લઇ આવે
જલારામની સાચી ભક્તિ જગમાં,
                 ને સાંઇબાબાની શ્રધ્ધા છે મહાન.
                                    …….કરતાં કામ જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++