July 29th 2009

મા તારા શરણે

                  મા તારા શરણે

તાઃ૨૯/૭/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
                                       ……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવી આંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
                                      …….મનથી માગું મા પ્રેમ.
પકડજો મા હાથ મારો,રહેજો આ પામર જીવન સંગે
ના માયા ના મોહ વળગે,ને કર્મથી રાખજો ઉજવળ
આવી આંગણે દર્શન દેજો,માનવ જીવનની પ્રભાતે
તારાચરણે નમન નિશદીન,રાખી સ્નેહશ્રધ્ધા આદેહે
                                   ……. મનથી માગું મા પ્રેમ.

 ===============================

July 29th 2009

રાખડી

                         રાખડી

તાઃ૨૮/૭/૨૦૦૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાંતણો જગમાં છે બંધનનો,ને પ્રેમની છે સાંકળ
ભાઇબહેનની ભાવના જગમાં,ના તેમાંકોઇ ઢાંકણ
                           ……..તાંતણો જગમાં છે બંધનનો.
માતાપિતાના પ્રેમની લાગણી,વરસે જેમ વાદળ
ના છે તેમાં સ્વાર્થ જરાપણ,ને ના તેમાં છે ઉભરો
લઇને આવે બહેન રાખડી,ભાઇને દેવા સાચો પ્રેમ
બંધન છે એવા જગમાં,ના દેખાય તેમાંકોઇ ઉભરો
                           ……..તાંતણો જગમાં છે બંધનનો.
કદીક પ્રેમની કડી તુટે, પણ ના ભાવના પ્રેમની
એક કદમ આગળ ચાલે,જ્યાં હૈયે પ્રેમની સાંકળ
આવે બંધન રાખડીના,ત્યાં આંખો જ ભરાઇ જાય
બહેનના હાથમાંની રાખડી,ભાઇની માગે એ રક્ષા
                          ……..તાંતણો જગમાં છે બંધનનો.

++++++++++++++++++++++++++++++++