July 23rd 2009

દુઃખથી મુક્તિ

                      દુઃખથી મુક્તિ

તાઃ૨૨/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ જ્યાં રટણ થાય ત્યાં કામદામ દુરરહે
સંગે ચાલે સ્નેહ પ્રેમ ને  ઉજ્વળ જીવન બની રહે
                             ……..રામનામનુ જ્યાં રટણ.

પરોઢીયે નીત પુંજનઅર્ચન ને ધુપદીપ સદા કરે
સુર્યોદયના પહેલા કિરણે પૃથ્વીને ભઇ નમન કરે
માગણી મહેનતની કરતા સાચા દીલથીમળી રહે
પ્રેમ પ્રભુનો મળી રહે ના માગણી કદી કરવી પડે
                              ……. રામનામનુ જ્યાં રટણ.

કુદરતની આરીત નિરાળી કદી મનના માની શકે
આવી અવનીએ માનવ જીવન ભક્તિમાં પ્રીતકરે
પરમકૃપાળુ છે દયાળુ ના કદી જીવનમાં બાકી રહે
માગણીનાકરીયેમનથીતોય દુઃખથીમુક્તિ મળીજશે
                               …….. રામનામનુ જ્યાં રટણ.

+++++++++++++++++++++++++++++++