જલારામ ને સાંઇરામ
જલારામ ને સાંઇરામ
તાઃ૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રહી સંસારમાં ભક્તિ કીધી,મેળવી જગતમાં સિધ્ધિ
ભગવાની ના માયા રાખી,તોય પ્રીત પ્રભુની લીધી
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
મેળવી જગમાં પ્રીતપ્રભુની, ના માયા જગમાં દીઠી
આવ્યા આંગણે પરમપિતા, જેણે ભીખ માગી લીધી
સંસારના સાગરમાં રહીને,પત્નીને પ્રેમે દાનમાંદીધી
ભાગ્યા અવિનાશી આંગણેથી,ના પાછળ દ્રષ્ટિ કીધી
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
કળીયુગની માયામાં જગમાં,જ્યાં ભક્તિ દીઠી મોંઘી
પ્રીતમંદીરમાં દમડીથીજેને,ક્યાંથી પ્રભુપિતા પધારે
ભગવુ લેતો છાંયડો જગમાં,જ્યાં કર્મી કદીના ફસાય
કર્મનો મર્મ જગમાં લીધો, તેણે ભક્તિનો પથ લીધો
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
હૈયે રામ રાખી કામ કરતાં,સફળતાનો મળે સહવાસ
આવે પ્રેમને ઉભરે હેત હૈયે, જન્મે જીવ પણ હરખાય
સાચો પ્રેમ ને કૃપામળે,ઉધ્ધાર કુટુંબ સહિત થઇજાય
જન્મ સફળ થઇ જાય, જેને કૃપા પ્રભુની મળી જાય
…….રહી સંસારમાં ભક્તિ કીધી.
=================================