July 21st 2009

શ્રધ્ધાની સાંકળ

                   શ્રધ્ધાની સાંકળ

તાઃ૨૦/૭/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા મારી સાંકળ જેવી,ના કદી એ તુટે
રાખુ હૈયે હંમેશા  સાથે, કેવી રીતે એ છુટે
                               ……..શ્રધ્ધા મારી સાંકળ.
ભક્તિની એક કડી મળીછે,સાથે જોડી મેં દીધી
અંત ન આવે તેનોક્યારે,જ્યાં પ્રેમેભક્તિ લીધી
મન અને માનવનો છેડો,ભક્તિએ આવી રહેતો
                                ……..શ્રધ્ધા મારી સાંકળ.
જલાસાંઇની પ્રેમનીસાંકળ,મેં મનથીરાખીલીધી
પ્રેમને રાખી પરમાત્માથી,જેછોડે જીવની ઝંઝટ
મળતીજાય અવનીપરઆવી,નારહે કોઇ ખટપટ
                                       ……..શ્રધ્ધા મારી સાંકળ.
મધુરપ્રેમની આલીલા છે,જગતજીવની આ પીડા
વળગી ચાલે વ્યવહારો ,જે સાંકળથી ના અળગા
મુક્તિમાગતાં મળે જીવને,જ્યાંછેશ્રધ્ધાની સાંકળ
                               ……..શ્રધ્ધા મારી સાંકળ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=