July 10th 2009

ચિંતા,ચતુરાઇ

                    ચિંતા,ચતુરાઇ

તાઃ૯/૭/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કામની જગમાં મળે છે જ્યાં વધાઇ
રહે ચિંતા ના મનમાં રહે છે જ્યાં ચતુરાઇ
                           ……કરેલ કામની જગમાં.
ડગલુ માંડતા જગમાં વાગે છે સૃષ્ટિની શરણાઇ
મન અને માનવતામાં  જીંદગી જાય છે વણાઇ
કરેલ કામ દીપી ઉઠે જ્યાં છે માનવતા મહેંકાઇ
મળતી મમતાનેમાયા ત્યાંકાયાની કિંમતજણાઇ
                                 ……કરેલ કામની જગમાં.
ચિંતાનો પડદો નિરાળો સાથે એ કાયમ રહેનારો
બુધ્ધિના વાદળ ઘેરા જે બને તેમાં છે સથવારો
લાગણીલાગે મનથી સફળતાનીસીડી ત્યાંમળશે
ચતુરાઇને આગળ રાખતાં સીધ્ધી સાથે જ રહેશે
                                 ……કરેલ કામની જગમાં.
કરુણા સાગરની દ્રષ્ટિ જગત જીવને છે એ નિરખે
સાથે  ચાલે ભઇ બુધ્ધિ જ્યાં કૃપા રહે પ્રભુજીની
છુટે માયા કાયા ના બંધન ને ચિંતા ચાલે નેવે
આવે સફળતા આંગણે જ્યાં ચતુરાઇ સંગે હાલે
                                ……કરેલ કામની જગમાં.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment