June 23rd 2009
મંદીરનો અણસાર
તાઃ૨૨/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પત્થરમાં પરમાત્મા બતાવે,કળીયુગની આ આંખે
પડદા બંધકરીને માનવી,ભઇ પોઢારે પ્રભુને આજે
……..પત્થરમાં પરમાત્મા.
કળીયુગની આ અકળ લીલાને, જાણે કદી ના મન
કેવી લીલા જગતપિતાની,ના સમજમાં આવે મારી
સુર્યોદયના સહવાસેજાગે,ને સુર્યાસ્ત પછી સુઇજાય
માનવી જગતમાં દીવસે જાગે, ને રાત્રે પોઢી જાય
પત્થરમાં પ્રાણમુકીને માનવ,પડદા બંધ કરાવે મન
પોઢારે બપોરે બાર વાગે, ને જગાડે સાંજે ચાર વાગે
કેવી વૃત્તી ભઇ માનવની, ના સમજ મને કંઇ આવે
……..પત્થરમાં પરમાત્મા.
સંબંધ જીવનો સાચો પ્રભુથી,જે કર્મના બંધને લઇ જાય
જન્મ મળે જ્યાં અવનીએ, ત્યાં લાગણી ને પ્રેમ ઉભરાય
દેહ દીધો છે આ પરમાત્માએ, ના માનવીની કોઇ હિંમત
પ્રાણલાવે ક્યાંથી માનવી,જેને અસ્તિત્વનો ના અણસાર
ઉભરોબતાવે પ્રભુપિતાનો,દેખાવને વળગીચાલે પળવાર
સમજ ના માનવીને સંસારે, અંધકારને જ વળગી જાય
નાઅંત સુધરે કે જીવન,વળગે જન્મોજન્મના લફરાં ચાર
……..પત્થરમાં પરમાત્મા.
++++++++++++++++++++++++++++++++++++
June 22nd 2009
માયાની આંગળી
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી પાછળચાલે,જ્યાં ભક્તિ રાખો સંગ
નહીં તો માયા આગળ ચાલે, ભુલી જાવ તમે પંથ
…….આંગળી પકડી પાછળ.
મનને મળેલ કાયરતામાં, અટકી ગયુ જ્યાં મન
આગળ પાછળનુ નારહે ભાન,વકરી જાય જીવન
જકડીરાખી જીંદગીને,તમે જો વળગો ભક્તિ સંગ
ના આવે વ્યાધી ઉપાધી, જીવનમાં આવે ઉમંગ
…….આંગળી પકડી પાછળ.
કરુણા સાગર વરસી રહે, ને જગના બંધન ભાગે
મારીતારીની ના મમતામળે,જીવ ભક્તિએ લાગે
મળેલ માનવ દેહ અમુલો,સુખ સમૃધ્ધિમાં મ્હાલે
બંધન વળગી ચાલે જગના,ના મુક્તિ સંગ આવે
…….આંગળી પકડી પાછળ.
જીવનેજગતમાં મળેસાંકળ,જે જગબંધન કહેવાય
માનવતાની મહેંક મળે,જ્યાં જલાસાંઇને ભજાય
ભક્તિપ્રીત પકડીનેચાલે,ત્યાં આંગળી છોડે માયા
પરમાત્માની અમી દ્રષ્ટિએ,મળે ના જગમાં કાયા
…….આંગળી પકડી પાછળ.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
June 18th 2009
ઉંઘ ના આવે
તાઃ૧૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભાતના ઉજાસને માણવા,ઉંઘ ત્યજે છે ઇન્સાન
મળતી માયાના બંધનને,ના છોડી શકે બળવાન
લીલા કુદરતની આજગતપર,મળી જાય પળવાર
ઉજ્વળ જીવન જ્યોત મળે,જે ઉંઘજીવને દઇજાય
………પ્રભાતના ઉજાસને.
કરતો દેહે અવની પર તે મળેલ જગતના કામ
ઉંમરના સથવારે ચાલે,કુદરતમાં એ રાખી મન
રોજ સવારને પારખી ચાલતા,મનમાં રહે ઉમંગ
આવીઆંગણે ઉભેલ શાંન્તિને પામી જાયઆમન
…….પ્રભાતના ઉજાસને.
વળગી ચાલે માયાને ને ના છોડે જગનાએ મોહ
પગલેપગલે માન એ શોધે જે અભિમાનની સંગ
દિવસના ઉજાસમાં નામળે જીવને કોઇ સાચોરંગ
ઉંઘ દેહને ના આવે જ્યાં બદલે જીવનમાંએ સંગ
…….પ્રભાતના ઉજાસને.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=
June 16th 2009
कदमसे मीले कदम
ताः१५/६/२००९ प्रदीप ब्रह्मभट्ट
एक कदम तुम चल पाये तो, राह मीलेगी नरम
कदम दुसरा चल जानेसे, होगा मनमें बडा उमंग
कदम कदमकी संगत चलते,कदमसे मीले कदम
सागर जैसे बडे काममें भी , ना रहेगा कोइ भ्रम
……एक कदम तुम चल पाये.
सच्ची राहपे कदम पडे तो, मिलेगा तुमको कम
धीरज रखके सामने चलना,हो जायेगा वो सरल
राहमें कोइ कांटे आते, तो कोइ रखके भी जाते
नाकोइ रोक पायेगा तुमको, होगा हरअंत सफल
……एक कदम तुम चल पाये.
लगन लगी और महेनत,ना होगा काममें भंग
मीलती है जहां सफलता, कदमपे लगा हो मन
साथ साथ चलने वाले, जब दुर से देख रहे हो
समझेगा ये पावनमन,तुम कीसके साथ चलेथे
……एक कदम तुम चल पाये.
=====================================
June 14th 2009
ઉજ્વળ જીવન
તાઃ૧૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત જલે જ્યાં પ્રેમની,ત્યાં હેત અનંત ઉભરાય
મળતી માયા કરતારની, ને જીવન ઉજ્વળ થાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સ્મરણ પ્રભુનુ થાય, ત્યાં જીવને શાંતિ મળી જાય
કરુણા સાગરની મહેર મળે, ને પ્રભાત દીસે પ્રેમાળ
ના આંધી આવે જીવનમાં,ને વ્યાધી પણ ભાગે દુર
ભક્તિની એશક્તિ નિરાળી, માનવની જોઇએ પ્રીત
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સાચુ શરણુ ભગવાનનુ, ના સાધુતા કે દેખાવે દેખાય
પ્રેમપામવા શ્રીરામનો,જલારામનેસાંઇની જેમ ભજાય
આવે આંગણે સર્જનહાર,જે પારખી ભક્તિ ભાગી જાય
મળે જીવને મુક્તિ ત્યારે,જે મેળવવા જગે દેહ હરખાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
લાગણીની માગણી થાય,ને માયાથીમન સદા હરખાય
સાચી શક્તિ છે પ્રેમની, જે સંસારે શ્રધ્ધાએ મળી જાય
જીવને જ્યોત મળે ભક્તિની, ઉજ્વળ જીવન છે દેખાય
મળતીમાયા પ્રભુતાની,ને સંસારથી જીવનીમુક્તિ થાય
…….જ્યોત જલે જ્યાં પ્રેમની.
++++++++++++++++++++++++++++++++++++++++
June 12th 2009
મનડુ મારુ કેવુ
તાઃ૧૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મન માનવતા ને મોહ,જેના જગમાં છે રુપ અનેક
કોણ ક્યારે અને કેવીરીતે,અનેક ઓળખવાની રીત
………મન માનવતા ને મોહ.
મળશે કાંઇક,મળશે કાંઇક,એવુ મનથી જ થયા કરે
એકવાર નહીં,બે વાર નહીં,ત્યાં થાય પ્રયત્ન અનેક
પ્રયત્ન ચાલુ જ રાખીને, ના ધીરજ છોડવી મનથી
વૃત્તી એવી મનમાં રાખવી, જે માંખીની ભઇ રીત
………મન માનવતા ને મોહ.
કોમળ ભાવના રાખી મનમાં, કે કાંઇક મળી જાય
આડીઅવળીરીત સમજાવી,માનવીને મલકાવાય
કરવો પ્રયત્ન શ્રધ્ધારાખી,એકવાર તો લાભી જાય
પુંછડી પટપટ પટાવતા ભઇ,કુતરાને આનંદ થાય
………મન માનવતા ને મોહ.
હિંમત રાખી મેળવી લેવુ,ના ડર મનમાં કંઇ થાય
મોં ખોલીને ત્રાટકી પડતાં,જે જોઇએ તે મળીજાય
આત્મામાં વિશ્વાસ રહે,ને નામ સાંભળી ડરી જાય
હિંમત એ સિંહની કહેવાય,જે મનડે જ વસી જાય
………મન માનવતા ને મોહ.
મનડુમાનવીનું હાલમડોલમ,જ્યાં ત્યાંજગે ફસાય
ત્રાડ પાડીને છાતી કાઢે,જ્યાં નમ્રતા કરતા ભાળે
સ્નેહની સાંકળમાં લપેટાય,ના આરો કોઇ જ લાગે
મનડુ અમારુ એવુ ભઇ,જે સમયને ઓળખી ચાલે
………મન માનવતા ને મોહ.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
June 8th 2009
ભિખારીલાલ
તાઃ૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પારણું ઝુલાવુ હું પ્રેમથી,ને મનમાં પણ હરખાતો
સંસારની આ સાંકળમાં, હું પિતા થતાં મલકાતો
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
બાળપણની બારીએથી, જ્યાં દિકરીએ પક્ડી કેડી
ઉજ્વળ આવતીકાલ થશે,જે આજથી જાણી લીધી
મક્કમમને મહેનતકરતી,સફળતાના ચઢે સોપાન
આનંદ અમને ખુબ થાતો,માબાપની વધશે શાન
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
પરમાત્માની અજબલીલા,જે ભક્તિએ મળતી જાય
આજકાલ કરતાં સમય ચાલે,ત્યાં ઉંમર વધતીજાય
પારણુ છોડી બારણે આવી,ચઢવાને સંસારી સોપાન
બંધનજીવના શોધવાનીકળ્યો,જેને પતિદેવ કહેવાય
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
અહંકાર ને અભિમાનમાં મેં રાચતા દીઠા દીકરા અનેક
લાયકાતની જ્યાં શોધ કરતો, ત્યાં બેકાર જોયા અનેક
આવીબારણે ઉભારહે ને વાતવાતમાંપટો કમરનો તાણે
કેવી સમજ પરણનારની આ ,ના ઉજ્વળ જીવન આપે
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
ટાય પહેરી શર્ટ પર,ને ડીગ્રી હાથે માબાપ દીકરો લાવે
સંતાનને સુખી સંસાર મળે, જે વિચારવા જ્યાં હું લાગુ
પુછે પ્રશ્નો દિકરી તમારી ભણી કેટલુ, કેટલુ કમાશે કાલ
ઉલટી ગંગા વહેતી જોતાં,ના મારે જોઇએ ભિખારીલાલ
….. પારણું ઝુલાવુ પ્રેમથી.
==================================
June 4th 2009
મેં ની માયા
તાઃ૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં મેં કરતા શીખ્યો જ્યારથી,લાકડી છુટી જાય
અભિમાનના ઘેરા વાદળમાં,અંધારુ આવી જાય
બેત્રણ ડગલાં ચાલ્યો જીવનમાં,ના માગુ સહારો
સમજી બેઠો હું અલબેલો, મેં મેં માં હું ખોવાણો
……..મેં મેં કરતા શીખ્યો.
અહંકાર મને ઘેરીને બેઠો,ના માગુ હું કોઇ સહારો
બે ડગલાં એકલો હું ચાલ્યો,ના કોઇની બલીહારી
મારીબની મતી નિરાળી,મળી સફળતાની ચાવી
મનમાં જ્યોતજલી એકએવી,મેં ની લાવી વાણી
……..મેં મેં કરતા શીખ્યો.
કરી ગયા જે કામો અનેક,દઇ ગયા જગમાં જે મહેંક
મળીગઇ મને એકસફળતા,માની લીધીમેં મહાનતા
અભિમાનનાછાયા વાદળ,મેંનીમાયા ચાલી આગળ
એક એક હુ ગણતો રહ્યો,પણ બે ના છેડાને ના જોયો
……..મેં મેં કરતા શીખ્યો.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
June 4th 2009
નિયમ જગતનો
તાઃ૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આકુળવ્યાકુળ મનડુ થાય,ને દેહ અહીંતહીં ભટકાય
રાત દિવસ નીંદરના આવે,તેને મુંઝવણ છેકહેવાય
……… આકુળ વ્યાકુળ મનડુ.
માનવમનને સદા સ્નેહછે,જ્યાં સરળ કામ થઇ જાયે
એક એકના આંગણેઆવી,હેત અનુપમ પણ લહેરાય
શ્રધ્ધા મનમાં રાખી એક, જ્યાં માનવી બને છે નેક
આવી ઉભેલ મુંઝવણના,રસ્તા પણ ત્યાં મળે અનેક
……… આકુળ વ્યાકુળ મનડુ.
કરતા મનથી કામ આ દેહે,સફળતાના સુર મળી જાય
કોઇ રસ્તો શોધવો ના પડે,આપોઆપ સરળ થઇ જાય
કુદરતની આલીલા ન્યારી,પૃથ્વીએ સદા સ્નેહે લહેરાય
મનમળે ત્યાં માનવતા,ત્યાં સફળતા પણ શરણે થાય
……… આકુળ વ્યાકુળ મનડુ.
વિશ્વાસના જ્યાં વાદળ આવે,ત્યાં શાંન્તિ લહેરી જાય
મનની મુંઝવણ ત્યાં ભાગે,જ્યાં પ્રભુ ભક્તિ થઇ જાય
નામદામનુ શરણુ છોડીને,દેહાભિમાન ત્યાં ભાગીજાય
અજબજગતનો એકતાંતણો,જે પાવનમનડાં કરીજાય
……… આકુળ વ્યાકુળ મનડુ.
=================================
June 1st 2009
ઉદય અને અસ્ત
તાઃ૩૧/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવાર સાંજની છે શિતળતા,જે માનવતા દઇ જાય
હૈયે હેત ને ટાઢક મળતા,ઉજ્વળ માનવજીવન થાય
………સવાર સાંજની છે.
સુર્ય કિરણના આગમનથી, પ્રભાત પ્રેમાળ થઇ જાય
પંખી પ્રાણી છોડી નિંદર,કિલ્લોલ કરતાં જગે લહેરાય
દેખી જીવન દૈહીક સાચુ,જીવ ના ભટકી રહે જગમાંય
કેવળ પામી પ્રેમ કુદરતનો, પાવન ધરતી થઇ જાય
………સવાર સાંજની છે.
તપે જ્યાં સુરજ મધ્યાહને,જગ આકુળ વ્યાકુળથાય
શોધે સહારો જગત જીવો ભઇ, ક્યાં મળે છે વિસામો
જોશ જુવાનીનુ જ્યાં તરસે,ત્યાં કોઇ મળેના કિનારો
હામ રાખી હૈયે પ્રગટાવો,પ્રેમથી મળશે જગે સહારો
………સવાર સાંજની છે.
સંધ્યાકાળના કોમળ કિરણો,અંત દિવસનો એ લાવે
માનવજન્મના બંધનમાં,ધડપણ જગમાં જેમઆવે
તીર્થ સ્થાનને નજરમાં રાખી, ભક્તિરંગે જીવ જાગે
અસ્ત થાય જેમ કિરણનો, તેમ મૃત્યુ સમીપે આવે
………સવાર સાંજની છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&