June 8th 2009

ભિખારીલાલ

                      ભિખારીલાલ

તાઃ૭/૬/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પારણું ઝુલાવુ હું પ્રેમથી,ને મનમાં પણ હરખાતો
સંસારની આ સાંકળમાં,  હું પિતા થતાં મલકાતો
                            ….. પારણું ઝુલાવુ પ્રેમથી.
બાળપણની બારીએથી, જ્યાં દિકરીએ પક્ડી કેડી
ઉજ્વળ આવતીકાલ થશે,જે આજથી જાણી લીધી
મક્કમમને મહેનતકરતી,સફળતાના ચઢે સોપાન
આનંદ અમને ખુબ થાતો,માબાપની વધશે શાન
                            ….. પારણું ઝુલાવુ પ્રેમથી.
પરમાત્માની અજબલીલા,જે ભક્તિએ મળતી જાય
આજકાલ કરતાં સમય ચાલે,ત્યાં ઉંમર વધતીજાય
પારણુ છોડી બારણે આવી,ચઢવાને સંસારી સોપાન
બંધનજીવના શોધવાનીકળ્યો,જેને પતિદેવ કહેવાય
                              ….. પારણું ઝુલાવુ પ્રેમથી.
અહંકાર ને અભિમાનમાં મેં રાચતા દીઠા દીકરા અનેક
લાયકાતની જ્યાં શોધ કરતો, ત્યાં બેકાર જોયા અનેક
આવીબારણે ઉભારહે ને વાતવાતમાંપટો કમરનો તાણે
કેવી સમજ પરણનારની આ ,ના ઉજ્વળ જીવન આપે
                                ….. પારણું ઝુલાવુ પ્રેમથી.
ટાય પહેરી શર્ટ પર,ને ડીગ્રી હાથે માબાપ દીકરો લાવે
સંતાનને સુખી સંસાર મળે, જે વિચારવા જ્યાં હું લાગુ
પુછે પ્રશ્નો દિકરી તમારી ભણી કેટલુ, કેટલુ કમાશે કાલ
ઉલટી ગંગા વહેતી જોતાં,ના મારે જોઇએ ભિખારીલાલ
                                 ….. પારણું ઝુલાવુ પ્રેમથી.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment