May 30th 2009
ઉંઘ ક્યાંથી આવે?
તાઃ ૩૦/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાને મુકી ને નેવે, કરે હજારો એ કામ
સફળતા જ્યાં દુરભાગે,ત્યાં ઉંઘ ક્યાંથીઆવે?
…….માનવતાને મુકીને.
રોજબરોજની ટેવપડી જ્યાં,સાચી રાહનાદીસે
કરતાં કામ સમજીને પુરા,રહે સદા એ અધુરા
મનથીમાને હાશથયુ ભઇ,ને જગમાં થશેનામ
કામકામમાં ફેર છે એવો,જે સમજે સાચો વીર
…….માનવતાને મુકીને.
કાગળ પેનની પ્રીત નિરાળી જગમા છે દેખાય
સ્નેહ ભાવને પ્રેમ મળે,જ્યાં કૃપામાની થઇજાય
ચાલેકાગળપેન પાટાછોડી,ત્યાં બખાળા બહુથાય
ના પ્રીતમળે ના પ્રેમ,ભઇ મળે તિરસ્કારના વ્હેણ
…….માનવતાને મુકીને.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
May 30th 2009
જીભની ટેવ
તાઃ૩૦/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની લીલા એવી,ના પારખે પામર જીવ
આનંદ ઉલ્લાસની લહેરમળે,જ્યાંસંભાળો તમે જીભ
…….જગતપિતાની લીલા.
મારી જીભલડી છે એવી, ના ગમે ત્યાં ચાલે ભઇ
બબડવાની ના નાની ટેવ,કે ના ભાષણથી પ્રીત
જીભપર જ્યાં લગામ છે,ત્યાં સઘળુ તરી જવાય
મળે ન માગેલ પ્રેમ, ને હૈયા પણ ત્યાં ઠરી જાય
…….જગતપિતાની લીલા.
જીવનની સરગમ નિરાળી,મળી ગયો મિત્રોનો પ્રેમ
સ્નેહભાવનેસાથેરાખતા,GSSના મળીગયામને હેત
નાશબ્દ મળેઆ જીભને,મળી જીવન જીવવાનીરીત
આદર આગમનના દ્વારે મને,જ્યોત મળી ગઇ જીભે
…….જગતપિતાની લીલા.
લગામ જ્યાં હોય જીભને,ના ચાલે એ વાંકી ચુકી
લાગણી,પ્રીતને જીતમળેત્યાં,ને મળે દેહનેસન્માન
એક કહેતા મળેઅનેક જ્યાં,તેજીભ પવિત્ર કહેવાય
કૃપા,શાંન્તિ મળે જીવનમાં, ને ભાગે ચિંતાઓ દુર
…….જગતપિતાની લીલા.
++++++++++++++++++++++++++++++++++
May 30th 2009
પ્રેમની દ્રષ્ટિ
તાઃ૩૦/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની એક લહેરમાં, હૈયે અનંત આનંદ થાય
પ્રેમનીદ્રષ્ટિ પડે જીવનમાં,ત્યાં જીવન ઉજ્વળ થાય
……શીતળતાની એક.
લફરાંલટકી ચાલે સાથે,જ્યાં દ્રષ્ટિ મનથીખોટી થાય
આવે ઉપાધીઓ સામે દોડી, ને તકલીફો મોટી થાય
……શીતળતાની એક.
માબાપની જ્યાં દ્રષ્ટિ પડે,સંતાનો જીવનમાં મલકાય
ને આશીર્વાદની હારમાળામાં,પ્રેમ સાચો પણ ઉભરાય
……શીતળતાની એક.
પ્રીતની રીત પણ વાંકી, જ્યાં દ્રષ્ટિ ટેઢી થઇ જાય
ડગલે પગલે ખાડા આવે,ને પગલાં તેમાં લબદાય
……શીતળતાની એક.
જલાસાંઇની દ્રષ્ટિનિરાળી,કૃપાળુને લઇને આવે દ્વાર
આવી બારણે પ્રભુજોતાં,જીવને જન્મમરણ ટળીજાય
……શીતળતાની એક.
પ્રેમનીદ્રષ્ટિ જગમાં નિરાળી,જીવજગતમાં મળે પ્રીત
અંતરની આતુરતાનો આવે અંત,ને મુક્તિ ખોલે દ્વાર
……શીતળતાની એક.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 25th 2009
સફળતાની ચાવી
તાઃ૨૫/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલ નગારા વાગે, ને ત્યાં શંખ જોરથી નાદે
હૈયે ટાઢક પણ લાગે, જાણે સફળતા મળી આજે.
ધીરજ હામ ને શ્રધ્ધા,જીવનમાં ત્યાં લાગી જાય,
મહેંકઆવીજાય જ્યાં સફળતાનીચાવી મળીજાય.
…….ઢોલ નગારા વાગે.
મહેનત માનવતાથી કરતાં,સિધ્ધિ દેખાઇ જાય
આવી મળે ઉજ્વળતા,જે મહેનતથી મળી જાય
સંગી સાથી રહે સંગે ને,મળે સાગર સરખો પ્રેમ
જ્યોતીપ્રેમની જલે હંમેશાં,જે દિલમાં લાવે હેત
…….ઢોલ નગારા વાગે.
સાર્થકજીવન છેઅવનીએ,જ્યાં પ્રેમનેમળે પ્રીત
કૃપાળુની થાય દયા,ને મળે માનવતાની રીત
આવતી કાલના આગમને, કિરણ લાવે પ્રકાશ
સરળતા ને સહજતાં મળે,જીવનમાં આવે હાશ
…….ઢોલ નગારા વાગે.
++++++++++++++++=+++++++++++++++++
May 24th 2009
વધામણા
તાઃ૨૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ફુલડાંનો લઇને ગુચ્છો, હું આવી ઉભો છુ બારણે
મારાપુરા થયા છે શમણા,હું દઉછુતને વધામણા
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
ભણતરનીદોર જ્યાં પકડી,હાલમ ડોલમ એ કરતી
જ્યાં પાટી પેન ને જકડી, ત્યાં સીડી પકડી લીધી
એક,બે પછીત્રણ થતાં,મળીઉજ્વળજીવનનીલીટી
આવી સફળતા મારા દ્વારે,જેમળી મહેનતથી મારે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
સંસારની સોટી સીધી, જે સાચા પ્રેમ ભાવથી લીધી
સંતાન સંગીનીનો પ્રેમમળ્યો,મેં ઉજ્વળ જીંદગીદીઠી
ફુલોનો સથવાર સગા લઇ,આવે પ્રેમને પાવન કરવા
મહેંકપ્રેમની ને સુગંધપુષ્પની,સાથે ઉભરાતા હૈયાલાવે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
જીવ જન્મની જ્યાં સમજ પડી,ભક્તિ પકડી લીધી
મંજીલ મળી મને જલાસાંઇની, સાચી રાહ મેં દીઠી
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં ભક્તિપ્રીતકીધી
આંગણે મારે ભક્તિ આવે,સાથે સંતો સ્નેહ વરસાવે
…….ફુલડાંનો લઇને ગુચ્છો.
+++++++++++++++++++++++++++++++++++
May 22nd 2009
ટેવ,રાહ જોવાની
તાઃ૨૧/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમનને આનંદ આવે,
મળી જાય જે મનમાં આવે;
ચારે કોર દીવા દીસે ભઇ,
જ્યાં મળી જાય મનગમતુ અહીં.
…….માનવમનને આનંદ.
માતાની મમતા લેવાને,
સંતાન સદા સળવળ છે થાય;
રાહ જોવાની જ્યાં ટેવ પડે,
સમય આવે મમતા મળી જાય.
…….માનવમનને આનંદ.
કૃપા પામવા પરમાત્માની,
હામ રાખી જ્યાં ભક્તિ થાય;
કરુણાસાગરનો પ્રેમ મળે,
જ્યાં રાહત મનમાં રખાય.
…….માનવમનને આનંદ.
સમયને જોઇ ચાલતો માનવ,
બોટ,ગાડી,પ્લેન ને પકડી જાય;
રાહ જુએ જો દેખાવની જગે,
તો જીવનમાં બધુ ચાલી જાય.
…….માનવમનને આનંદ.
###################################
May 21st 2009
મહેનત
તાઃ૨૦/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેનત કરતાં માનવીને,જગે બધુ મળી જાય;
બારણે આવી ઉભુ રહે એ, ને પ્રેમે આપી જાય.
…..મહેનત કરતાં માનવીને.
ચમકેસીતારો સફળતાનો,ને સધ્ધરતા મળીજાય
ભણતરની કેડીએ ચાલો ત્યાં સૌની આગળ જાવ
મહેનત મનથી કરતાં તો, આશીશ મળતી જાય
આવે ત્યાં સફળતા દોડી,ના માગવી પડે લગાર
…..મહેનત કરતાં માનવીને.
કૃપા મળે મા લક્ષ્મીની,ને થાય જગમાં સન્માન
જુવાનીના સોપાન પર જ્યાં જ્યોતપ્રેમની થાય
મહેનત,પ્રેમના બંધનમાં,ભઇ મન આનંદે લ્હાય
મિથ્યા માયા ભાગે દુર,ને જગેસંકટ તરી જવાય
…..મહેનત કરતાં માનવીને.
જેમ કદજોઇને મદભાગે,જેમ ભક્તિ જોઇને પાપી
આવેમાનઅનેસન્માન,જ્યાંમહેનત થાયલગનથી
ના મસ્તક નમે નીચુ,કે ના ભાગવુ પડે ભઇ દુર
આગળની જ્યાં દીઠી કેડી, ત્યાં ના રહે કોઇ વેરી
…..મહેનત કરતાં માનવીને.
====================================
May 19th 2009
માગણી,અપેક્ષા કે ભીખ
તાઃ૧૮/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેવી આ લીલા, ના જગત જીવથી સમજાય
મન,મહોબ્બત નેમાયા, જગમાં જન્મેજીવને મળી જાય
……..કુદરતની કેવી આ લીલા.
મળ્યો દેહ માનવીનો,પારખે કૃપાળુપરમાત્મા પળવાર
માગણી ભક્તિની મનથી થાય, ત્યાં સર્જનહાર હરખાય
મુક્તિ કેરા માર્ગની કેડી જીવને,પ્રભુ કૃપાએ મળી જાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
અવની પરના આગમનમાં, માબાપનો મળે છે પ્રેમ
સાર્થકસંતાન થઇજાય,જ્યાં અપેક્ષા આશીશનીદેખાય
માગણી નાકરવી પડે,માબાપનો પ્રેમ સંતાને ઉભરાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
દાન અને દાતારની ના દીસે ભઇ, અવની એ કોઇ ખોટ
માગો જ્યાં ભીખ હાથપ્રસારી,ત્યાં શરમ નેવે ચાલીજાય
લાયકાત ના કોઇ સહારો,જ્યાં હાથ ભીખમાગવા લંબાય
નારહે અપેક્ષા પ્રભુકૃપાએ,ને ના માગવી પડે દેહને ભીખ
……..કુદરતની કેવી આ લીલા.
++++++++++++++++++++++++++++++++++++++
May 16th 2009
આંખમાં પાણી
તાઃ૯/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ લીલા અવિનાશીની,ના માનવીથી સમજાય
આંખ જ્યારે થાય ભીની,તેને આંસુ કે પાણી કહેવાય
……. અજબ લીલા અવિનાશીની.
મળે જ્યાં અકસ્માત દેહને,જેને અચાનક જગે મનાય
જોઇજેને આંખ ભીનીથાય,તેને આંખમાંપાણી કહેવાય
માનવતાની મહેંક પ્રભુથી,મનથીજ જે સમજાઇ જાય
અકલ્પીત જ્યાં પ્રસંગ જુએ,ત્યાં આંખભીની થઇ જાય
……. અજબ લીલા અવિનાશીની.
દેહને મળેલ સંબંધ જગે,જેને સગાસંબંધી છે કહેવાય
આવે વ્યાધી અમાગણીએ,ને જ્યાં સગાવ્હાલા દુભાય
દેહછોડી જીવ જ્યાં ચાલે,નાએ તારા હાથમાં પળવાર
આવે ત્યારે આંખમાં પાણી,જેને સ્નેહના આંસુ કહેવાય
……. અજબ લીલા અવિનાશીની.
મમતાની મહેંક નીરાળી જગે,જે સંતાનોમાં મળી જાય
લાગણી પ્રેમનેમાયા માબાપની સંસ્કારમાં દેખાઇ જાય
પ્રેમનાઆંસુ આંખમાઆવે,જ્યાં લાગણીએ દીલ દુભાય
ના આરો કે ઓવારો દીસે,જ્યાં અંતરમાંતે લાગી જાય
……. અજબ લીલા અવિનાશીની.
=====================================
May 9th 2009
નાજુક માયા
તાઃ૯/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી જાય જો માન તમને,ના કરશો અભિમાન
ઉજ્વળ જીવન થઇ જશેને,મળશે સદા સન્માન
…….મળી જાય જો માન.
નમણી નાજુક માયામાં,જો પડી ગયા પળવાર
મળશે માયાને મોહ અપાર,તો નહીંરહે ઘરબાર
મોહકલાગે જ્યાં મનથી,ત્યાં વિચાર જો અપાર
નહીંતો જીવનમાંઝંઝટ,નેનહીંરહે શાંન્તિ લગાર
…….મળી જાય જો માન.
કિરણ એક સુરજનું, જગમાં પ્રભાતમાં દે ઉજાસ
સૃષ્ટિના સહવાસમાં રહેતાં,માનવ મન મલકાય
કુદરતની કામણગારી આલીલા,સૃષ્ટિમાંસથવાર
પ્રભુકૃપા મળી જાય જો,નહીં વળગે માયાલગાર
…….મળી જાય જો માન.
====================================