May 19th 2009

માગણી,અપેક્ષા કે ભીખ

                       માગણી,અપેક્ષા કે ભીખ 

તાઃ૧૮/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કેવી આ લીલા, ના જગત જીવથી સમજાય
મન,મહોબ્બત નેમાયા, જગમાં જન્મેજીવને મળી જાય
                                 ……..કુદરતની કેવી આ લીલા.
મળ્યો દેહ માનવીનો,પારખે કૃપાળુપરમાત્મા પળવાર
માગણી ભક્તિની મનથી થાય, ત્યાં સર્જનહાર હરખાય
મુક્તિ કેરા માર્ગની કેડી જીવને,પ્રભુ કૃપાએ મળી જાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
                                  ……..કુદરતની કેવી આ લીલા.
અવની પરના આગમનમાં, માબાપનો મળે છે પ્રેમ
સાર્થકસંતાન થઇજાય,જ્યાં અપેક્ષા આશીશનીદેખાય
માગણી નાકરવી પડે,માબાપનો પ્રેમ સંતાને ઉભરાય
ના રહે અપેક્ષા જગમાં, કે ના માગવી પડે દેહને ભીખ
                                  ……..કુદરતની કેવી આ લીલા.
દાન અને દાતારની ના દીસે ભઇ, અવની એ કોઇ ખોટ
માગો જ્યાં ભીખ હાથપ્રસારી,ત્યાં શરમ નેવે ચાલીજાય
લાયકાત ના કોઇ સહારો,જ્યાં હાથ ભીખમાગવા લંબાય
નારહે અપેક્ષા પ્રભુકૃપાએ,ને ના માગવી પડે દેહને ભીખ
                                    ……..કુદરતની કેવી આ લીલા.

++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment