March 28th 2009

સંસ્કાર

                       સંસ્કાર

તાઃ૨૮/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માન જગતમાં ના રહે અપમાનને કોઇ આરો
સાદુસાત્વિક ભક્તિજીવન જગતમાંએ સાચો પારો
                               …….મળે માન જગતમાં ના.
કોણ કોનુ ને કોણ મારુ એ તો છે પકડ જગતની
મોહ માયા ને લાગણી બની રહીએ કડી મગજની
વરસે વર્ષા પ્રેમની સાચી ના લાલચની કોઇરીત
માણે માનવજીવન સાચુ જ્યાં ભક્તિથી છે પ્રીત
                               …….મળે માન જગતમાં ના.
ભક્તિ પ્રેમમાં ના ઉત્તર કે ના દિશા કોઇ દક્ષીણ
પુર્વ પશ્ચીમ બનીજાય એ જ્યાં નમે તમારુ શીશ
સુરજદેવનુ આગમન મણાવે ઉજ્વળ માનવમન
નારહે અભિલાષા કે આશા રહેએ સંસ્કારની અંદર
                              …….મળે માન જગતમાં ના.

=======================================

March 28th 2009

જીવનનો અંત

                    જીવનનો અંત

તાઃ૨૭/૩/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામદામને ભુલી માનવી,જ્યાં રામનામમાં લબદાય
ઉજ્વળ માનવજીવનથાય ને મનને શાંન્તિમળીજાય
                                    ……કામદામને ભુલી માનવી.
સમજણ શક્તિને પારખીલઇ ભક્તિસાગરમાં જે ન્હાય
પ્રભુ કૃપાની વરસે વર્ષા,ને જીવ પણ શાંન્તિએ લ્હાય
બારણું ખોલતાં ભક્તિનુ,જગમાંસુખ સંમૃધ્ધિ મળીજાય
                                    ……કામદામને ભુલી માનવી.
માળા હાથમાં મળી જતાં,જીવ ચઢે ભક્તિના સોપાન
છુટે વળગેલ માયા ધીમેધીમે,જે જગને મળે હર દ્વાર
પાવક જ્વાળા લાગે જીવને, ત્યાં જગત ભુલાઇ જાય
                                    ……કામદામને ભુલી માનવી.
અવની પર આગમન થતાં જ,મળે પવિત્ર પ્રેમ જગે
નામાયા નામોહ વળગીરહે,સાચા મળે જીવનમાં સંત
મુક્તિ જીવને મળીજ જશે, જ્યાં આવે જીવનનો અંત
                                    ……કામદામને ભુલી માનવી.

+=========================================

March 27th 2009

સાચી સમજણ

                        સાચી સમજણ

તાઃ૨૬/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાની સાચી માયા શેરડી જવાથી થઇ
જલાબાપાની ભક્તિમને વિરપુરથી મળી ગઇ
                                 ……સાંઇબાબાની સાચી.
માળાદીઠી માબાપનેહાથે જ્યાં આવી સમજણ
સાંજસવારે પ્રભુ ભજે ને,ઉજ્વળ જીવે પળપળ
ના અભિમાનનો અણસાર ગામમાં પુછે હરજણ
માને મનથી દોર દીધેલો સન્માને સાચા સ્નેહે
                                 ……સાંઇબાબાની સાચી.
ભણતર ભક્તિ સંગે રાખતાં આનંદ હૈયે થાય
બન્યાસંસ્કારીસંતાન,કૃપાએમળ્યાપ્રેમીસંતાન
કળીયુગની નાલહેર અડે,રહે સંતોના વરદાન
પ્રભુ ભક્તનાસંબંધો,જેમરહ્યા પિતાપુત્રનોપ્રેમ
                                 ……સાંઇબાબાની સાચી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

March 25th 2009

લાગણી કેટલી

                            લાગણી કેટલી

 

તાઃ૨૫/૩/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

ના દુરબીનથી દેખાય, ના ફુટપટ્ટીથી મપાય

ના કાતરથી કપાય, કે ના કૉઢીથી તોડાય 

જગમાં લાગણી એવી ,જે કોઇથીના જોવાય 

                                        ……… ના દુરબીનથી દેખાય. 

વાતવાતમાં વકરી જાવતો,લાગણી ભાગીજાય

દુર ઉભી રહી જોઇ રહે, તોય તમને ના દેખાય 

મીઠી મહેંક ન આવે,કે  ના લહેરને અનુભવાય

એતો આવે આંગણે ભઇ,જ્યાં હૈય હેત ઉભરાય

                                         ……… ના દુરબીનથી દેખાય.

કામનામને એના જુએ,ને નાલે કોઇ અભિમાન 

મળી જાયએ માબાપથી,મળે ભાઇભાંડુંથી માન

દામદમડીને ના ઓળખે, હ્રદયમાં એ રહી જાય

નાપારો કે ઉંચાઇમપાય,જગમાં દુર્લભતે કહેવાય 

                                         ……… ના દુરબીનથી દેખાય.

મનનીમાયાને તનનામોહ,નામળે દેખાય જ્યાંલોભ

સત્ય સાત્વિક,સ્નેહનેસહવાસ,ઉજ્વળતામાં નાક્ષોભ

આવી આંગણે મળી રહે,  લાગણી ભઇ મળે અનેક

મારુતારુ,આપણુ અટકી, મળીજાય લાગણીનીમહેર

                                         ……… ના દુરબીનથી દેખાય. 

 

=================================================

March 21st 2009

ચાલ ચાલ.

                    ચાલ ચાલ.

તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળક ચાલે ચાલ ને પગલાં માંડે ચાર
માતાને હરખ ના માય,
                        જાણે જીંદગી થઇ ન્યાલ
                                      ……..બાળક ચાલે ચાર.
ડગમગ ડગલાં ચાર મુકે,ને આંગળી છોડે પળવાર
ટેકોદેતી માવડી વ્હાલથી,જાણેભવોભવથી હરખાય
                                      ……..બાળક ચાલે ચાર.
બારણું ખોલી ભણતરનું,ને ચઢે ભણતરના સોપાન
એક,બે કરતાં બાર વટાવી, કૉલેજના ખોલ્યા દ્વાર
                                     ……..બાળક ચાલે ચાર.
ચાર ડગલાં જીદગીમાં ચાલે,પળપળ ઉજ્વળથાય
કરવા સાર્થક જન્મને, ચાલે પાવન મનથી ચાલ
                                     ……..બાળક ચાલે ચાર.
મલ્યો જ્યાં સાથ સહવાસીનો, ભક્તિ લીધી સંગ
હૈયે ટાઢક મેળવી લેતાં, લાગ્યો જલાસાંઇનો રંગ
                                     ……..બાળક ચાલે ચાર.
સંસારની વાંકી ચુકી ચાલમાં,વરસો વીતી ગયા
પપ્પા,પપ્પાકહેતા પપ્પાપછી મળી દાદાનીહાક
                                     ……..બાળક ચાલે ચાર.
ચાલ ચાલતાં જીવનમાં,મળે માન,મહેંક ને પ્રેમ
થાયસફળ આ માનવજન્મ,ઉભરે લઇઅનંત હેત
                                     ……..બાળક ચાલે ચાર.

=========================================

March 1st 2009

धरती और आकाश

                    धरती  और  आकाश                   

ताः४/१२/१९८५                      प्रदीप ब्रह्मभट्ट

आकाशमें बैठा देखे धरतीपे क्या सब चलता है
धरतीको बनानेवाला आकाशसे क्यु ये देखता है
                                ……….आकाशमे बैठा देखे.
ये क्या चलता है खेल कैसे बनता है ये मेल
कौन कहांसे आ बैठे कब तक राह दिखाता है
                                 ……….आकाशमे बैठा देखे.
अपना और पराया देके प्रेमकी ज्योत जलाता है
इन्सानीयतका एककिनारा आके दिखा वो जाताहै
                                  ……….आकाशमे बैठा देखे.
श्रध्धा लगन प्रेम मोह की झंझट आके मीलती है
ना इन्सान छुट पाया यहां जो धरतीपे मीलजाताहै
                                 ……….आकाशमे बैठा देखे.
इन्सान का एक और है काम वो देखे नभके तारे
सोच रहासे कबसे वो क्यो रातको नभपे वो चमके
                                  ……….आकाशमे बैठा देखे.

++++++++++++++++++++++++++++++++++++

February 17th 2009

ભુલાઇ ગઇ

                   ભુલાઇ ગઈ              

તાઃ૧૬/૨/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામ કામની રામાયણમાં ભક્તિ ભુલાઇ ગઇ
જગજીવનની ઝંઝટમાં માનવતા હણાઇ ગઇ
                            ……કામ કામની રામાયણમાં.
દુનીયાદારી વળગી મને હવે નામળે કોઇ આરો
શાંન્તિ શોધવા નીકળુ ત્યાં ચઢી જાય ભઇ પારો
આગળ પાછળનો નાકોઇ મને મળે અણસારહવે
ભુલી ગયો ઉપકાર જેમળ્યો જીવન ઉજ્વળકાજ
                           ……..કામ કામની રામાયણમાં.
માનવતાની એક મહેંકથી પ્રેમમાબાપનો મળ્યો
આંગળી ચીંધી મહેંકવાજીવન ભક્તિનો અણસાર
લાગણી મળીગઇ મને ત્યાં સંસારે લપટાઇ ગયો
જન્મ માનવનો મળ્યો પણ ભુલી ગયો શ્રી રામ
                            ……. કામ કામની રામાયણમાં.

+++++++++++++++++++++++++++++++++++

February 6th 2009

શાને માટે?

                             શાને માટે?

તાઃ૫/૨/૧૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મનમાં જાગે હેત,જ્યાં વરસે પ્રેમની વર્ષા
        જન્મ મળતા જીવનમાં, પ્રેમ શાને માટે?
                      .........મનમાં જાગે હેત.
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યાં માતાપિતા હરખાય
        પાવક પ્રેમની જ્વાળા,આશિર્વાદે મળી જાય
ઉજ્વળ જીવન દીસે અનેક,જ્યાં માનવતા મહેંકાય
      પ્રેમની વર્ષા મળી જતી,ને હૈયા ઉભરાઇ જાય
                       ........મનમાં જાગે હેત.
સંતાનનો ત્યાં લાગે સ્નેહ, ને સગા હરખાય આજે
       મળતી માયા માબાપને, સુખ સમૃધ્ધિ કાજે
લાગી લગની ભક્તિની, જ્યાં ભક્ત જલારામ ભજાય
       અંત જીવનો ઉજ્વળ થાશે,તો ચિંતા શાને માટે?
                       ........મનમાં જાગે હેત

#######################################

January 27th 2009

વ્યાધી લાવે આંધી

                     વ્યાધી લાવે આંધી

તાઃ૨૬/૧/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળી પણ મનની વ્યાધી
              આવી લઇ જીવનમાં આંધી
પ્રેમની આંખે ઉડતા પંખી
               વનમાં ના બનતાએ સંગી
                             ………નજર મળી પણ
હાથમાં લીધો હાથ જ્યાં પકડી
               જાણે હવે જીંદગી ગઇ જકડી
આંખોમાં દીઠી પ્રેમની હેલી
                આવી ગઇ જીવનમાં પહેલી
                             ………નજર મળી પણ
નરમગરમ સહવાસમાં જાગી
               અંતરમાં ભીની સુવાસ લાગી
મંદમંદ મહેંકતા મનને
               જીંદગીની ઝીણી સુવાસ આવી
                              ………નજર મળી પણ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

January 24th 2009

અનુભવ,એક જ્ઞાન

                          અનુભવ, એક જ્ઞાન

તાઃ૨૪/૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જકડાઇ ગયેલ જાળામાં, શોધવો ક્યાં મારે આરો
        મુંઝવણ છોડવા મથતો તો,મળ્યો ના કોઇ કિનારો
                                       …….જકડાઇ ગયેલ જાળામાં.

સમજણ ને સમજી શક્યો, ત્યાં ચિંતાઓ ચોટી ગઇ
      મુક્તિ માર્ગની શોધતાંશોધતા,જીંદગી જકડાઇ ગઇ
આથમતા સુરજના સહવાસે,પ્રકાશ પામવા દોડ્યો
      અંધારાના એંધાણ મળ્યા,પણ ના કોઇ રહ્યો સહારો
                                      …….જકડાઇ ગયેલ જાળામાં.

પગદંડીને પારખી લેવા,જાગ્યો મનમાં ઉમંગ એક
      જકડી લઇને વળગી જ રહ્યો, ત્યાં સમજ થોડી થઇ
મક્કમ મનની ભાવના સાથે, અનુભવાઇ ગઇ અહીં
     મહેંક જીવનની પ્રસરીરહી,જ્યાં મુંઝવણ ભુલાઇ ગઇ
                                       …….જકડાઇ ગયેલ જાળામાં.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

« Previous PageNext Page »