April 7th 2009

સવારથીસાંજનો કક્કો

                      સવારથીસાંજનો
                                       કક્કો

તાઃ૬/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

    કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ     ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ     ગયેલી વાતને ભુલી આવતીકાલનુ વિચારો.
ઘ     ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ     ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ     છુપાવવુ એ ગુનો છે
જ     જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ     ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ      ટકોર થાય તેવુ આચરણ કરવું નહીં.
ઠ      ઠોકર વાગતા પહેલા સંભાળીને ચાલો
ડ      ડગલુ ભરતાં પહેલા વિચારવુ તે જ્ઞાન છે.
ઢ      ઢગલો પ્રેમનો રાખો, પૈસાનો નહીં
ત     તમારા સંતાનોને ભક્તિ તરફ વાળો.
થ     થાય એટલી જ વિશ્વાસથી ભક્તિ કરવી.
દ     દયા પરમાત્માની મેળવવાનો આગ્રહ રાખો.
ધ     ધનનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરો.
ન     નથી તે શબ્દ ભુલી જાવ પરમાત્માએ લાયકાત પ્રમાણે બધુ આપેલ છે.
પ     પારકુ એ પારકુ છે પોતાનુ એ પોતાનુ છે.
ફ      ફરી પૃથ્વી પર ભટકવુ હોય તો દુશ્કર્મોને વળગી રહો.
બ     બને ત્યાં સુધી ઘરમાં મંદીર રાખી સેવા કરો.
ભ     ભટકવાના ઘણા રસ્તા છે શોધવા નહીં પડે.
મ     મળેલ જન્મ સફળ કરવો તમારા હાથમાં છે.
ય     યજમાનને હંમેશા આવકાર આપો.
ર     રટણ હંમેશાં મનથી કરો આશરો શોધવો નહીં પડે.
લ     લખેલા લેખ સાચી ભક્તિથી બદલાય છે.
વ     વર્તન અને વાણી જીવનના બે પૈડા છે.
શ     શાણપણ એ મૌનમાં સમાયેલ છે.
ષ     ષોષણ કરવુ તે પાપ છે.
સ     સદા સાચા સંતના આશરે રહેવુ સાચો રસ્તો તે બતાવશે.
હ      હમણા નહીં કાલે તેમાં આખી જીંદગી પુરી થઇ જશે.
ક્ષ     ક્ષણને પારખશો તો કદી નીચુ નહીં જોવુ પડે.
ત્ર     ત્રણે લોકમાં પરમાત્માનો વાસ છે.
જ્ઞ     જ્ઞાન એ જીંદગીનો પાયો છે.

+++++++++++++++++++++++++++++++++++++++++

March 22nd 2009

શાણપણ એટલે…

                  શાણપણ એટલે…

 તાઃ૨૧/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

 શાણપણ એટલે
            સમયની સાથે ચાલો
            બાળપણમાં ભણી લો
            જુવાનીમા કમાઇ લો
       પ્રભાતે પરમાત્માને ભજી લો
                     મળેલ મહેનતથી જીવી લો
                     આશાને વિદાય દઇ દો
                     મોહ માયાને ત્યજી દો
                     અભિમાનને છોડી દો
           મેળવેલ જ્ઞાનને પચાવી લો
           સહવાસને પારખી લો
           સંતાનની ઉંમરને પારખી લો
           ડગલુ ભરતાં પહેલા વિચારી લો
                      પ્રેમ અને વ્યવહારને સંભાળી લો
                      મારું અને આપણુ બરાબર સમજી લો
                      ચાલ અને ચાહતને ઓળખી લો
                      અતિ અને અભિમાનને ત્યજી દો
મુંઝવણ અને મન પ્રભુ કૃપાથી જ ઉકેલાય છે તે જાણી લો.

——–________——–_______——–________——–______

January 29th 2009

કેવી રીતે કહુ ?

                         કેવી રીતે કહુ ?

તા:૨૮/૧/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ક્લાસમાં હું સૌની પાછળ બેસી શિક્ષક સામે તાકી રહુ
              હુ કેવી રીતે કહુ કે મારી બુધ્ધી ચાલે નહીં
કાર ચલાવવાની હુ હંમેશા ના પાડુ
           હુ કેવી રીતે કહુ કે મને ડ્રાયવીંગ આવડૅ નહીં
હુ ઘેર હંમેશાં મોડો જ આવું
               હુ કેવી રીતે કહુ કે મને નોકરી મળી નહીં
હુ આખો દીવસ ઘરમાં બેસી ટીવી સામે તાકી રહુ
              હુ કેવી રીતે કહુ કે મને કંઇ સુઝ પડે નહીં
મારે હિસાબમાં હંમેશા બીજાને પુછવુ પડે
            હુ કેવી રીતે કહુ કે મને ગણીત આવડે નહીં
કોઇને ઘેર જવામાં મનમાં કોઇ ઉમંગ નહીં
    હુ કેવી રીતે કહુ કે મને માર્ગદર્શન લેતા આવડે નહીં
રવિવારે હું મંદીરમાં સૌથી પહેલો પહોંચી જઉ
           હુ કેવી રીતે કહુ કે ત્યાં મફતમાં ખાવાનું મળે
હું હંમેશાં ચંપલ પહેરી ચાલવા માડું
હુ કેવી રીતે કહુ કે મને બુટની દોરી બાંધતા આવડે નહીં
 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 26th 2009

વ્હેંચણી આનંદની

                     વ્હેંચણી આનંદની

તાઃ૨૫/૧/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરના આનંદને વ્હેંચી
જગતજીવના પ્રેમ હું લેતો.

માગણી કદી ના કરતો મનથી
મળી જતી લાગણી સૌ જનની.

આજકાલના અવસર ના જોતો
સદા આનંદ જીવનમાં લેતો.

મારું મારું કદી ના હું કહેતો
કોઇ પારકુ આ જગમાં ના જોતો.

એક કદમ જ્યાં પ્રેમથી ભરતો
સાથે સૌ મારા મિત્રોને જોતો.

જલારામ જલારામનું જપ હું કરતો
સદા પ્રેમથી સાથ મને સૌનો મળતો.

જીવનમાં જ્યાં આવે વ્યાધી
સૌના પ્રેમથી એ જાતી આઘી.

જીભે ને હૈયે જ્યાં સાચો પ્રેમ
ના રહે જગમાં કોઇ વ્હેમ.

——————————————

January 11th 2009

ગુનો અને પાપ

                          ગુનો અને પાપ

તાઃ૧૧/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજાણતાથી પણ જુઠ્ઠુ બોલાય તો તે ગુનો છે.
જાણી જોઇને જુઠ્ઠુ બોલવુ તે પાપ છે.

અજાણતાથી કોઇના દિલને ઠેસ લાગે તો તે ગુનો છે.
જાણીને કોઇના દીલને ઠેસ પહોંચાડવી તે પાપ છે.

અજાણતાથી કોઇને દગો થાય તો તે ગુનો છે.
જાણીને કોઇને દગો કરવો તે પાપ છે.

અજાણતાથી કોઇને ગેરમાર્ગે દોરાય તો તે ગુનો છે.
જાણી જોઇને કોઇને ગેરમાર્ગે દોરવો એ પાપ છે.

અજાણતાથી માબાપની સેવામાં ક્ષતી આવે તો તે ગુનો છે
જાણી જોઇને માબાપને તરછોડવા તે પાપ છે.

અજાણતાથી ભક્તિમાર્ગ ભુલી જવાય તો તે ગુનો છે.
જાણી જોઇને ભક્તિનો દેખાવ કરો તે મહાપાપ છે.
                         અને
               એટલુ યાદ રાખવું કે

અજાણતાથી થયેલા ગુનાને પરમાત્મા પણ માફ કરે છે
પણ જાણી જોઇને કરેલા પાપની સજા જીવને ભોગવવી જ પડે છે

(((((((((((((((((((((((((((++++++++++++))))))))))))))))))))))))))))

January 9th 2009

લઇ આવે.

                           લઇ આવે

તાઃ૮/૧/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ મોહક પ્રકાશ લઇ
ક્યારેક સુર્ય કિરણો આવે

મીઠી મધુર સુવાસ લઇ
ક્યારેક પવનની લહેર આવે

મીઠો મધુર અવાજ લઇ
ક્યારેક પંખીનો કલરવ આવે

મીઠી મધુર ભક્તિ જગે
ભક્તોની વાણી લઇ આવે

મીઠી મધુર પ્રેમની જ્યોતને
માબાપનો પ્રેમ લઇ આવે

મીઠો સહવાસ જગતમાં
સાચા સંસ્કાર લઇ આવે

મીઠી વાણી અને મીઠો પ્રેમ
ધરતીયે આવકાર લઇ આવે
                  અને
સાચો પ્રેમ,સાચી ભક્તિ અને સાચી શ્રધ્ધા
જીવનમાં આનંદ આનંદની લહેર લઇ આવે.

====================================

December 21st 2008

ઉડેલા તણખલા

                        ઉડેલા તણખલા

તાઃ૨૦/૧૨/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદી સામુ તો જુઓ નૈનોમાં નૈન મેળવી તો જુઓ
મળી જશે મહેંક જીવનની કદીક માણી તો જુઓ

ના ના કહેતા હતા જ્યારે જ્યારે મુલાકાતો થઇ
મનની માગણીઓ મનમાં રહી ના કહેવાઇ કોઇ

જતા જતા મને કહેતા ગયા આજ મારો વારો છે
ના સમજાયા શબ્દો કે અણસાર કાલ મારો વારો છે

માની લીધા મનથી પણ ના અણસાર કોઇ મેં કર્યો
વીતી ગઇ પળ આજ જેનો મને ભણકાર મળ્યો

કદીક મનની મુઝવણ મનથી નીકળી પણ જતી
જીવનની કીમતી પળોમાં સાથ મને એ દઇ જતી

માયા મારી મમતા મારી મારી મારી કહેવાઇ ગઇ
છુટે નહીં આ બંધન જેથી મનમાં મોટાઇ જડાઇ રહી.

————————————————–

« Previous Page